લઘુભાષી ઉર્દુ માધ્ચમની શાળામાં કથળ્યું શિક્ષણનું સ્તર: સાયકલવાલા
સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની લઘુભાષી ઉર્દુ માધ્ચમની ઘણી પ્રાથમિક શાળામા કોરોનાકાળ બાદ શિક્ષણના કથળેલા સ્તર અંગે પુર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા રજુઆત કરીને જવાબદારો સામે યોગ્ય પગલાંની માંગ કરી છે.
પુર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે,સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની લઘુભાષી ઉર્દુ માધ્ચમની ઘણી પ્રાથમિક શાળામાં પ્રાથમિક શાળામા કોરોનાકાળ બાદ ઘણાં શિક્ષકો પોતાની અન્ય વેપારવ્રુત્તિ તેમજ ફરજ દરમિયાન મોબાઈલમાં વ્યસ્તતાને કારણે ગરીબ બાળકો તરફ ધ્યાન આપી રહ્યા નથી, જેથી બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારી નોકરી સાથે અન્ય પ્રવ્રુત્તિ કરીને બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર બેજવાબદાર શિક્ષકોની ગંભીર ભુલો અંગે પગલાં ભરીને ગરીબ બાળકોના શિક્ષણનું સ્તર સુધારવા જવાબદારો યોગ્ય કાર્યવાહી કરે તે જરુરી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની લઘુભાષી ઉર્દુ માધ્ચમની કુલ 28 શાળાઓ કાર્યરત છે જેમાં મુસ્લિમ સમાજના 19000 જેટલાં ગરીબ બાળકો અભ્યાસ કરી રહ્યા છે તો તેમના હિતમાં વિચાર કરીને કેટલાંક સુચનોનો અમલ કરીને શિક્ષણનું સ્તર સુધારવું જોઈએ.