October 30, 2024

AHPના સ્થાપના દિવસ પ્રસંગે નવસારીમાં રક્તદાન કેમ્પ

AHP (આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ)ના સ્થાપના દિન પ્રસંગે AHP, RBD (રાષ્ટ્રીય બજરંગ દળ) તેમજ NMMA (નવસારી મેટલ મર્ચન્ટ્સ એન્ડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન)ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. અગ્રણી રાકેશ શર્માના જણાવ્યા મુજબ રક્તદાન કેમ્પ તા. 25મીના રોજ સવારે 9થી બપોરે 1 વાગ્યા દરમિયાન શ્રી મોઢ ઘાંચી સમસ્ત પંચની વાડીના પહેલા માળે, શાક માર્કેટની સામે, દુધિયા તળાવ, નવસારી ખાતે યોજાશે. રક્તદાન કરવા ઈચ્છતા લોકોએ મોબાઈલ નં. 98986 31954 પર રાકેશ શર્માનો સંપર્ક કરવાનો રહેશે.

ચાલુ વર્ષમાં આ ત્રીજો રક્તદાન શિબિર છે. અગાઉ 26મી જૂન 2022 અને 1 જાન્યુ. 2023ના રોજ પણ ઉપરોક્ત સંસ્થાઓના ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જેથી સર્વે નગરવાસીઓને રક્તદાન શિબિરમાં રક્તદાન કરી પ્રોત્સાહિત કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *