November 24, 2024

USમાં મોદીના માનમાં જે તાળીઓ પડી, તે સમગ્ર દેશવાસીઓનું સન્માન

  • સુરત શહેરના વેડ રોડ પર ભાજપા દ્વારા વિશાળ જાહેર સભા યોજાઈ, વરસતા વરસાદમાં અદમ્ય ઉત્સાહ સાથે કાર્યકર્તાઓની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ

દેશના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે 9 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે, તેમના આ સુશાસનની વિવિધ કામગીરીને એકે મહિના સુધી ” વિશેષ જન સંપર્ક અભિયાન ” દ્વારા લોકો સમક્ષ લઈ જવા સમગ્ર દેશભરમાં વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે. જે સંદર્ભે સુરત લોકસભા ક્ષેત્ર અંતર્ગત તા.24મી જૂન-2023ને શનિવારે સાંજે 7 કલાકે સુરત શહેરના વેડ રોડ સ્થિત દેવમણી ફાર્મ ખાતે એક જાહેરસભા આયોજિત કરવામાં આવી હતી. વરસાદી માહોલમાં વરસતા વરસાદમાં અદમ્ય ઉત્સાહ સાથે કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ” સૌ પ્રથમ તો વરસતા વરસાદમાં આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિ બદલ સૌને અભિનંદન પાઠવું છું. વર્ષ 2014માં પીએમ મોદીએ દેશની ધુરા સંભાળી ત્યારે એક બ્રિટિશ અખબારે લખ્યું હતું કે ભારતમાંથી અંગ્રેજોને નીકળી જવા નો આ દિવસ છે. 30 વર્ષ બાદ દેશમાં પૂર્ણ બહુમતીની સરકાર બની.ત્યાર બાદ બીજી વાર લોકોએ મોદીજીને ભવ્ય જીત અપાવી છે. આજે યુએસએમાં જે રીતે તેમનું સ્વાગત થયું છે. ત્યાંની સંસદમાં જે રીતે તેમના સન્માનમાં તાળીઓ પડી છે. આ સન્માન સમગ્ર દેશવાસીઓનું છે.
કાર્યક્રમના પ્રારંભમાં દીપ પ્રાગટ્ય બાદ સુરત શહેર ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાએ કાર્યકર્તાઓને આવકારતા વરસતા વરસાદમાં પણ આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ સૌને અભિનંદન આપ્યા હતા.
આ વિશાળ જાહેરસભામાં ધારાસભ્ય સર્વશ્રી શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, કુમારભાઈ કાનાણી, શ્રી વિનુભાઈ મોરડીયા, શ્રી પુર્ણેશભાઈ મોદીએ પ્રસંગોચિત સંબોધન કર્યું હતું અને પીએમ મોદીજીના નેતૃત્વમાં ભારતે કરેલી પ્રગતિ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી.
કેન્દ્રીયમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે તેમના સંબોધન દરમિયાન ” નવ સાલ -બેમિસાલ ” ના નારાઓથી ઉપસ્થિત કાર્યકર્તાઓમાં જોશનું વાતવરણ ઉભું કરી દીધુ હતું. તેમણે ચાલુ વરસાદે આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો