October 30, 2024

ભૂત સાથે લાગી લગન, કર્યાં લગ્ન અને હવે છૂટાછેડા માટે ધમપછાડા!

  • બ્રિટિશ મહિલાની અજીબો ગરીબ કહાનીઃ 2022માં ચર્ચમાં ભૂત સાથે લગ્ન કર્યાં, હનીમૂન પણ કર્યું હવે કહે છે કે ભૂત રંજાડે છે, બહું થયું
  • ભૂત વિક્ટોરિયન કાળનો સૈનિક હોવાનો મહિલાનો દાવોઃ બેડના તકિયે વિંટી મુકી અને વરાળમાં પ્રશ્નાર્થ બનાવી મહિલાને પ્રપોઝ કર્યું હતું

વ્યવસાયે સિંગર એવી ઈંગ્લેન્ડની 38 વર્ષીય રોકર બ્રોકાર્ડ હાલ વિશ્વભરમાં મીડિયા તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી ચર્ચામાં છે. કહેવાય છે કે તેને એક ભૂતે પ્રપોઝ કર્યું હતું. તેઓ પ્રેમમાં પડ્યાં, લગ્ન કર્યાં અને હવે એકાદ વર્ષ બાદ રોકર છૂટાછેડા માટે ધમપછાડા કરી રહી છે. તમામ પ્રકારના કાઉન્સેલિંગ ફેઈલ થઈ ગયા છે અને તે ભૂતથી પીછો છોડાવવાના દરેક પ્રયત્નો કરી રહી છે.

રોકર બ્રોકાર્ડે દાવો કર્યો હતો કે એડવર્ડો નામના ભૂતે તેને દોઢેક વર્ષ પૂર્વે પ્રપોઝ કર્યું હતું. એડવર્ડો વિક્ટોરિયન કાળનો સૈનિક હતો અને તે રોકરને પસંદ કરવા લાગ્યો હતો. એડવર્ડોના ભૂતે રોકરના બેડના તકિયા ઉપર એક વિંટી મુકી હતી અને વરાળ બનાવી તેમાં પ્રશ્નાર્થ રચી તેને પ્રપોઝ કર્યું હતું. રોકરે એડવર્ડોનું પ્રપોઝ સ્વિકાર્યું હતું અને થોડા સમયના પ્રેમ બાદ બંનેએ લગ્ન કર્યાં હતાં. 2022ના હેલોવીનમાં ઈંગ્લેન્ડના જ એક ચર્ચામાં આ લગ્ન રચાયા હતાં, જેમાં જીવતા તેમજ ભૂત યોનિના તમામને લગ્નમાં આવવા ખુલ્લું આમંત્રણ અપાયું હતું. રોકરે દાવો કર્યો હતો કે એલ્વિસ, મેરેલિન મનરો, હેનરી ચેપલ સહિતના ભૂત પણ પધાર્યા હતાં.

જો કે રોકરનું થોડા સમયનું સુખી લગ્નજીવન હવે નરક બની ગયું છે. રોકર દાવો કરી રહી છે કે એડવર્ડોનું ભૂત તેને માટે અભિશાપ બનવા લાગ્યું છે. ભૂત ચીડિયા સ્વભાવનું, ખૂબ ગુસ્સાવાળું છે. તે અવારનવાર રોકરને રીતસર રંજાડે છે. રોકરે હનીમૂનની પળો પણ જાહેરમાં શેર કરી હતી. તે ખૂબ સારો અનુભવ ન હોવા છતાં તેણે સમાધાન કરી લગ્નજીવન આગળ વધારવા સંમતિ દર્શાવી હતી. પરંતુ હવે રોકર એટલી ખરાબ સ્થિતિમાં છે કે ઘણાં મહિનાથી તે સરકારી મેરેજ કાઉન્સેલિંગની મદદ લઈ રહી છે. એટલું જ નહીં, એડવર્ડોના ભૂત સાથે છૂટાછેડા લેવા રીતસર ધમપછાડા કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *