November 24, 2024

યુવાનો માટે સુવર્ણ તકઃ આર્મી-પોલીસ ભરતી માટે મફત ટ્રેનિંગ

  • BSFના પ્રશિક્ષણ કેન્દ્રના નિવૃત્ત ઓફિસર દ્વારા ઉધના શિવાજી મહારાજ સ્પોર્ટ્સ સંકુલ ખાતે વિનામૂલ્યે ફિઝિકલ ટ્રેનિંગ
  • સુરત મહાનગરપાલિકા, સ્થાયી સમિતિ અધ્યક્ષ અને સનરાઈઝ કેરિયર એકેડમી દ્વારા યુવાનો માટે પ્રશંસનીય અભિયાન

સુરત શહેરના યુવાનોને પોલીસ અને આર્મી ભરતીની ઉત્કૃષ્ટ ફિઝીકલ તાલીમ મળી રહે, તેઓનું ઉજ્જવળ ભવિષ્ય ઘડતર કરી શકાય તે હેતુથી બોર્ડર સેક્યુરીટી ફોર્સ (BSF)ના સહાયક પ્રશિક્ષણ કેન્દ્ર, ઇન્દોરથી ૨૧ વર્ષના અનુભવથી સેવા નિવૃત શ્રી શિવરાજ કાશીરામ સાવળે દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
આ પ્રશિક્ષણ સુરત મહાનગર પાલિકાના સહયોગથી, સનરાઈઝ કેરિયર એકેડમી ઉધના અને સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશભાઈ પટેલ, નગરસેવક સોમનાથભાઈ મરાઠે તથા ઠરાવ સમિતિના યોગદાનથી રોજગાર ઈચ્છુક યુવાનો માટે વિનામૂલ્યે શરુ કરવામાં આવ્યું છે.
તાલીમ લેવા ઈચ્છુક ઉમેદવારો ઉધના ખાતે આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ્સ સંકુલ,વિજયા નગર ખાતે સવારે ૭:૦૦ થી ૫:૦૦ વાગ્યા દરમ્યાન ઉપસ્થિત રહી પ્રશિક્ષણ લઇ શકે છે,વધુ માહિતી માટે : 9898838625 – 7976227573 – 96019 05488 સંપર્ક કરવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો