October 31, 2024

સુરતના અડાજણમાં તા. 13મી સુધી સરસ મેળો, સપનાની ઉડાન

  • ગ્રામીણ મહિલા સ્વ-સહાય જુથોના ઉત્થાન માટે ‘આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ગામ’ અંતર્ગત આયોજન
  • ગુજરાતના 100 અને દેશના વિવિધ રાજ્યોના 50 સ્ટોલ્સમાં પ્રદર્શિત ચીજવસ્તુ ખરીદવાની સુવર્ણતક

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગુજરાતના ગ્રામ વિકાસ વિભાગ તથા ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ.ના સંયુક્ત ઉપક્રમે તા.૪/૦૩/૨૦૨૩ના રોજ સાંજે ૫.૩૦ વાગે સુરત શહેરના અડાજણના હનીપાર્ક ગ્રાઉન્ડ, SMC પાર્ટીપ્લોટ, ખાતે મેયરશ્રી હેમાલીબેન બોધાવાલા તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સરસ મેળા-૨૦૨૩નો ભવ્ય પ્રારંભ થશે. આ સરસમેળો ૧૩ માર્ચ ૨૦૨૩ સુધી ચાલશે.

મેળામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથો (સખી મંડળો)ને બજાર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. આ મેળામાં ૧૫૦ જેટલા સખી મંડળોના સ્ટોલ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર અને સશક્તિકરણ કરવાના આશયથી પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે.

મેળામાં આર્ટીસન સ્ટોલ્સ, કિડ્સ ઝોન, કલ્ચરલ પ્રોગ્રામ, લાઈવ ફુડ સ્ટોલ્સ તેમજ હસ્તકલા, હેન્ડલૂમ સહિતની કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ હરિયાણા, આંધ્રપ્રદેશ, આસામ, પંજાબ, છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને કેરળ સહિતના રાજ્યોના ૫૦ તથા રાજયભરના ૧૦૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ મેળામાં બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ ઇનોવેટીવ પ્રોડક્ટ અને બેસ્ટ સેલર, ડીજીટલ પેમેન્ટને પ્રાધાન્ય આપતા સ્ટોલને પુરસ્કાર અપાશે.

આ કાર્યક્રમમાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજીગ ડિરેકટરશ્રી મનીષકુમાર બંસલ, કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી. કે. વસાવા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી સુરતના નિયામકશ્રી એમ. બી. પ્રજાપતિ, ગ્રામ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત ગ્રામ્ય સખી મંડળોના પ્રમુખ તથા ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી.ના તમામ અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *