October 31, 2024

સીનિ. સિટિઝન મહિલાઓએ ફોર્મ લેવા મગદલ્લા સુધી લંબાવું પડશે!

  • વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત 60 વર્ષથી વધુ વયની મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન
  • ફોર્મ મગદલ્લા સરસ્વતિ વિદ્યાભવનથી મેળવી ત્યાં જ જમા કરાવવા પડશેઃ સેન્ટર દૂર રખાતાં કચવાટ

‘આઝાદી કા અમૃત મહોત્સવ’, G૨૦ અને ‘વિશ્વ મહિલા દિવસ’ની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકારના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સિનિયર સિટીઝન (૬૦ વર્ષથી ઉપરના) મહિલા ખેલાડીઓ માટે એથ્લેટીક્સ, યોગાસન, ચેસ અને રસ્સાખેંચ સ્પર્ધાઓ યોજાશે. સ્પર્ધામાં ભાગ લેનાર ઈચ્છુક ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી, સી.બી.ભંડારી સરસ્વતી વિદ્યાભવન શાળા, મગદલ્લા ખાતેથી ફોર્મ મેળવી તા.૧૨મી માર્ચ સુધીમાં જમા કરાવવાના રહેશે.

મહાનગરપાલિકા અને જિલ્લાકક્ષાની સ્પર્ધા અલગ-અલગ યોજાશે. ભાગ લેનાર ખેલાડીઓની એન્ટ્રીના આધારે કાર્યક્રમની તારીખની જાણ કરાશે. વધુ વિગત માટે કચેરીના ફોન નં. ૮૧૪૧૨૨૨૫૦૨/૮૭૫૮૯૯૮૮૮૬ સંપર્ક કરી શકાશે એમ જિલ્લા રમતવિકાસ અધિકારીની કચેરીની યાદીમાં જણાવાયું છે.

અલબત્ત ફોર્મ મેળવવાનું તેમજ ફોર્મ જમા કરાવવાનું કેન્દ્ર શહેરના છેવાડે મગદલ્લા સ્થિત સરસ્વતિ સ્કૂલમાં રાખવામાં આવ્યું છે. જેથી શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતાં સિનિઅર સિટિઝન્સ મહિલા ખેલાડીઓએ ફોર્મ મેળવવા તેમજ ભરવાની વિધિ માટે છેક દૂર સુધી જવું પડશે, જેને પગલે કચવાટની સ્થિતિ જોવા મળી રહી છે. ફોર્મ મેળવવા તેમજ જમા કરાવવાનું કેન્દ્ર શહેરની મધ્યમાં રાખવામાં આવે તો તેમની હાડમારી ઘટશે તેવી ચર્ચા સાંભળવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *