October 31, 2024

સુરતમાં BSFના સરહદે વપરાતાં આંતરરાષ્ટ્રીય કક્ષાના શસ્ત્રોનું પ્રદર્શન

  • AK શ્રેણી સહિતની એક્સપોઝર રાઈફલો, મોર્ટાર અને રોકેટ લોન્ચર, મશીનગન સહિતના આંતરરાષ્ટ્રીય સરહદે વપરાતાં શસ્ત્રો જોવાની શહેરીજનોને તક
  • નેતાજી સુભાષચંત્ર બોઝની 126મી જન્મજયંતિ નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે 19મીએ વિશેષ કાર્યક્રમો યોજાશે

નેતાજી સુભાષચંન્દ્ર બોઝની ૧૨૬મી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકારના ગૃહ
મંત્રાલય અને ગુજરાત સરકારના ઉપક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તા.૧૯/૦૧/૨૦૨૩ના રોજ
‘આઈકોનિક’ કાર્યક્રમો યોજાશે. જેના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૯૩મી બટાલિયન BSF-
બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત સીમા સુરક્ષા દળના જવાનો દ્વારા
ઉપયોગમાં લેવાતા તમામ આધુનિક શસ્ત્રોને જાહેર જનતા માટે પ્રદર્શન અર્થે મૂકવામાં આવ્યા છે.
આ પ્રદર્શનમાં બટાલિયન સ્તરના તમામ શસ્ત્રોનો સમાવેશ થાય છે, જેમ કે, પ્લાટૂન
સ્તરના હથિયારોમાં INSAS શ્રેણીના શસ્ત્રો, AK શ્રેણીના શસ્ત્રો, એક્સપોઝર રાઇફલ, ૫૧ એમએમ
મોર્ટાર અને રોકેટ લોન્ચર પ્રદર્શિત કરાયા છે. તેમજ સ્પોર્ટ વેપન્સ (લોંગમાર્ક કેપેસિટીના
હથિયારો)માં ૮૧ એમએમ મોર્ટાર, મીડિયમ મશીનગન વગેરે સામેલ છે. સાથોસાથ દુશ્મન પર
દિવસ-રાત બાજનજર રાખવા માટે ઉપયોગમાં લેવાતા વિશેષ ઉપકરણો પણ પ્રદર્શનમાં મુકવામાં
આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બી.એસ.એફ બ્રાસ બેન્ડ, શસ્ત્ર
પ્રદર્શન, નાગાલેન્ડ, ડાંગી નૃત્ય, માધવપુર(પોરબંદર)ની નૃત્યમંડળી, ઓડિસા જગન્નાથમ દર્શનમ,
મણિપૂરી અને બંગાળી નૃત્યો જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત સુભાષબાબુના
જીવનસંઘર્ષ આધારિત દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન તેમજ શસ્ત્ર પ્રદર્શન, બી.એસ.એફ બ્રાસ બેન્ડની
સાથે વ્યસનમુક્તિ ‘નો ડ્રગ્સ’નું થીમ પ્રદર્શિત કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *