સુરત પાલિકાની સફાઈ ઝુંબેશ, 62 મે.ટન કચરાનો નિકાલ
- 9 વિસ્તારોમાં પાલિકાના વિવિધ વિભાગના 500થી સફાઈ કામદારો, સુપરવાઈઝરોએ સફાઈ કરી
- 3762 જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી સંપન્ન
- સીસીટીવી મારફતે મોનિટરીંગ કરી કચરો ફેંકનારા વિરુદ્ધ દંડનીય કાર્યવાહી
સુરત મહાનગરપાલિકાના દ્વારા કમિશ્નરશ્રીની સુચના મુજબ તા.૦૩/૧૨/૨૦૨૨થી સુરત શહેરના તમામ ઝોન વિસ્તારમાં આવેલ સ્લમ અને સ્લમ લાઇક વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશનો શુભારંભ કરવામાં આવેલ હતો. આજરોજ તા.૨૦/૧૨/૨૦૨૨ના રોજ સેનિટેશન, વી.બી.ડી.સી., ડ્રેનેજ, લાઈટ, રોડ વિગેરે વિભાગ સાથે મળી રોડ સફાઈ, ડ્રેનેજ સફાઈ, ફૂટ-પાથ/લાઈટ રિપેરિંગ જેવી સંયુક્ત કામગીરી કરવામાં આવેલ, જેમાં કુલ ૦૯ એરિયામાં કુલ ૪૭૮ સફાઈ કામદાર/બેલદાર, ૩૦ સુપરવાઈઝર, ૫૨ વાહનો દ્વારા અંદાજીત ૬૨ મે.ટન જેટલો કચરો એકત્રીત કરી, વી.બી.ડી.સી. વિભાગ દ્વારા ૩૭૬૪ જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા ૫૪ વેજીટેબલ માર્કેટ, ૩૫ GVP ખાતે કુલ ૮૯ CCTV કેમેરા દ્વારા રોજેરોજ કચરો ફેકનારનું મોનીટરીંગ કરી પેનલ્ટી કરવામાં આવે છે. તેમજ કેટલાક સ્લમ વિસ્તારમાં જરૂર જણાતા બે વખત સફાઈ કામદાર અને ડોર ટુ ડોર ગાડી મોકલી સફાઈ અને કચરાનો નિકાલ કરવામાં આવે છે.
- સેન્ટ્રલ ઝોન દ્વારા અંબાજી રોડ, વાડી ફળિયા એરિયામાં ૪૯ જેટલા સફાઈ કામદાર/બેલદાર, ૦૯ વાહન સાથે સફાઈ કરી ૨.૫ મે.ટન કચરો એકત્રીત કરી ૧૫૫ સ્કે.મી. પેચવર્ક અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા ૬૫૨ જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
- વરાછા-એ ઝોન દ્વારા ધરતી નગર એરિયામાં ૫૫ જેટલા સફાઈ કામદાર/બેલદાર, ૦૫ વાહન સાથે સફાઈ કરી ૪.૨ મે.ટન કચરો એકત્રીત કરી ૩૦ સ્કે.મી. પેચવર્ક અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા ૩૩૬ ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
- વરાછા-બી ઝોન દ્વારા નિશાળ ફળિયું,લસકાણા એરિયામાં ૭૩ જેટલા સફાઈ કામદાર/બેલદાર, ૦૬ વાહન સાથે સફાઈ કરી ૬.૮ મે.ટન કચરો એકત્રીત કરી ૨૦ સ્કે.મી. ફૂટપાથ,૮૦ સ્કે.મી. પેચવર્ક અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા ૪૨૫ જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
- રાંદેર ઝોન દ્વારા કામદાર આવાસ શારદા નગર સ્લમ,રાંદેર એરિયામાં ૩૫ જેટલા સફાઈ કામદાર/બેલદાર, ૦૬ વાહન સાથે સફાઈ કરી ૨.૧ મે.ટન કચરો એકત્રીત કરી અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા ૧૭૩ જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
- કતારગામ ઝોન આંબેડકર વસાહત એરિયામાં ૩૨ જેટલા સફાઈ કામદાર/બેલદાર, ૦૬ વાહન સાથે સફાઈ કરી ૮.૬ મે.ટન કચરો એકત્રીત કરી અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા ૨૨૬ જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
- ઉધના-એ ઝોન દ્વારા અકરમ નગર એરિયામાં ૭૨ જેટલા સફાઈ કામદાર/બેલદાર, ૦૮ વાહન સાથે સફાઈ કરી ૧૨ મે.ટન કચરો એકત્રીત કરી ફૂટપાથ, ૯૮ સ્કે.મી. પેચવર્ક અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા ૭૨૬ જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
- ઉધના-બી ઝોન દ્વારા શ્રીરામ નગર,કનકપુર એરિયામાં ૩૨ જેટલા સફાઈ કામદાર/બેલદાર, ૦૩ વાહન સાથે સફાઈ કરી ૩.૧ મે.ટન કચરો એકત્રીત કરી ફૂટપાથ, પેચવર્ક અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા ૧૫૯ જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
- અઠવાઝોન દ્વારા ભીમરાડ, સરથાણા,ખજોદ ગામ એરિયામાં ૬૮ જેટલા સફાઈ કામદાર/બેલદાર, ૦૬ વાહન સાથે સફાઈ કરી ૧૩.૫ મે.ટન કચરો એકત્રીત કરી ફૂટપાથ, પેચવર્ક અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા ૭૨૦ જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
- લીંબાયત ઝોન દ્વારા વાડીવાલા દરગાહ રોડ, ભાઠેના-૧૮૧, ઉમરવાડા-૨ એરિયામાં ૬૨ જેટલા સફાઈ કામદાર/બેલદાર, ૦૩ વાહન સાથે સફાઈ કરી ૯.૨૫ મે.ટન કચરો એકત્રીત કરી ફૂટપાથ અને ડ્રેનેજ સફાઈ કરી વી.બી.ડી.સી. વિભાગ દ્વારા ૩૪૭ જેટલા ઘરોમાં વાહકજન્ય રોગ અટકાયત અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી.