મતદારો મતદાનના દિવસે સુરત પાલિકાના પાંચ પે એન્ડ પાર્કમાં ફ્રી પાર્કિંગ કરી શકશે
મતદારોને મતદાન મથક સુધી પહોંચવા સરળતા રહે તેવો આશયઃ શહેરી વિસ્તાર ઉપરાંત ફ્લાય ઓવર બ્રિજ નીચે ફ્રી પાર્કિંગની સુવિધા અપાશે
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ૧૬૦-ઉત્તર વિધાનસભા મતદાર વિભાગમાં તા.૦૧/૧૨/૨૦૨૨ના દિવસે મતદારો પોતાના વાહનો સરળતાથી પાર્ક કરી મતદાન મથક સુધી પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે નિ:શુલ્ક (ફ્રી) પાર્કિંગની સુવિધા કરવામાં ઉપલબ્ધ કરવામાં આવી છે. આ વિધાનસભામાં આવેલા મહાનગરપાલિકા સંચાલિત ફાલ્સાવાડી, દિલ્હી ગેટ તથા ટાવરરોડના ઝાંપાબજાર, બેગમપુરાનું પાર્કિંગ તેમજ લાલદરવાજાના વિનસ હોસ્પિટલની સામે આવેલ પાર્કિંગ જયારે કતારગામ, ગોટલાવાડી બ્રિજની નીચેના પાર્કિંગ પર મતદારો તેમના વાહનો વિના મૂલ્યે પાર્ક કરી શકશે.