November 24, 2024

સુરત જિલ્લાની 16 બેઠકો પર હજુ એકેય રાજકીય પક્ષની ઉમેદવારી નોંધાઈ નહીં

સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકોમાંથી ૨૩૦ ઉમેદવારી ફોર્મનું વિતરણ કરાયું: આજ દિન સુધી કુલ ૬૨૩ ફોર્મ ઉપડ્યા હજુ સુધી કોઈ રાજકીય પક્ષના ઉમેદવારનું ફોર્મ આવેલું નથી

સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે ફોર્મ વિતરણ થઈ રહ્યા છે ત્યારે આજરોજ ૨૩૦ ફોર્મનું વિતરણ કરાયું હતું. આમ ચાર દિવસ દરમિયાન ૬૨૩ ફોર્મનું વિતરણ કરાયું છે.          આજ સુધી કોઈ રાજકીય પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભર્યું નથી. સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાની ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લાનું ચૂંટણી તંત્ર હાલ સતત ખડેપગે કામગીરી કરી રહ્યું છે. હાલ ઉમેદવારી ફોર્મ ભરવા, પોસ્ટલ બેલેટ માટેફોર્મ ૧૨-ડી ભરાવવા સહિતની પ્રક્રિયા ચાલી રહી છે.         આજરોજ ૧૫૫-ઓલપાડ પૂર્વ વિધાનસભામાંથી ૧૬ ઉમેદવારી ફોર્મ, ૧૫૬-માંગરોળ વિધાનસભા બેઠકમાંથી ૬  ફોર્મ, ૧૫૭ માંડવીમાંથી ૭ ફોર્મ, ૧૫૮-કામરેજમાંથી ૦૩ ફોર્મ, ૧૫૯ સુરત પુર્વ વિધાનસભામાંથી ૨૭, જયારે ૧૬૦-સુરત ઉત્તર વિધાનસભામાંથી ૧૪ ફોર્મ, ૧૬૧-વરાછા રોડ વિધાનસભામાંથી ૧૪, જયારે ૧૬૨ કરંજમાંથી ૧૯ ફોર્મ, ૧૬૩ લિંબાયતમાંથી ૨૭ ફોર્મ, ૧૬૪ ઉધના વિધાનસભામાંથી ૧૮ ફોર્મ, ૧૬૫-મજુરા વિધાનસભામાંથી ૨૨ ફોર્મ, ૧૬૬ કતારગામમાંથી ૧૨ જયારે ૧૬૯ સુરત પશ્રિમમાંથી ૮ ફોર્મ, ૧૬૮ ચોર્યાસી વિધાનસભામાંથી ૩૦ ફોર્મ, ૧૬૯ બારડોલી વિધાનસભામાંથી ૦૫ ફોર્મ અને ૧૭૦ મહુવા વિધાનસભામાંથી ૦૨ ફોર્મ મળી આજરોજ કુલ ૨૩૦ ફોર્મનું વિતરણ કરાયું હતું.-૦૦-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો