નવસારીમાં 15મી ઓગષ્ટે બાળકોને અપાશે ચોકલેટ અને બિસ્કીટ
નવસારી વિજલપોર નગરપાલિકાના ઉપદંડક વિજયભાઈ રાઠોડ દ્વારા એક્ઝિક્યુટિવ ચેરમેન અશ્ર્વિન કોસુન્દ્રાને મોખિક રજુઆત કરવામાં આવી હતી કે, આગામી 15મી ઓગષ્ટનાં રોજ નવસારી વિજલપોર નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓ તેમજ જોડાયેલા 8 ગામોની સરકારી શાળાઓનાં આશરે 10,000 જેટલાં વિદ્યાર્થીઓને 15મી ઓગષ્ટના રોજ મોં મીઠુ કરાવવા માટે નગરપાલિકા તરફથી સારી કવોલિટીની ચોકલેટ અને બિસ્કીટ આપવામાં આવે.જે સંદર્ભે અશ્ર્વિન કાસુન્દ્રાએ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ વિનોદભાઈ ડાભીને આ અંગે કામગીરી માટે સુચના આપી હતી. જેથી સામાન્ય સભા દરમિયાન અંદાજે 4 લાખ જેટલી રકમ આ કાર્ય માટે ફાળવવાની મંજુરી આપવામાં આવી હતી.