સિંગતેલના ભાવમાં જુલાઈ મહિનામાં ત્રીજીવાર વધ્યા ભાવ
તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જુલાઈ મહિનાની શરૂઆતથી જ સીંગતેલના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. આ કારણે તહેવારોમાં ગ્રુહિણીઓનું બજેટ ખોરવાય તેમ લાગી રહ્યું છે. હાલમાં સિંગતેલના ડબ્બામાં 10 રૂપિયાનો વધારો થતાં ભાવ 3090 પર પહોંચ્યો છે. છેલ્લા ચાર દિવસમાં સિંગતેલના ડબ્બામાં 80 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. તો છેલ્લાં 13 દિવસમાં રૂપિયા 170 નો વધારો જોવા મળ્યો છે. જોકે, રાહતના સમાચાર એ છે કે, કપાસિયા તેલના ભાવ હાલ સ્થિર છે. તેમાં કોઈ વધઘટ નથી થઈ રહી. પિલાણવાળી મગફળી ઓછી આવતી હોવાના બહાના સિંગતેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. જેનો માર સામાન્ય નાગરિકો પર પડી રહ્યો છે.
તહેવારો પહેલાં સીંગતેલના ભાવમાં ભડકો થતાં અને સીઝનની શરૂઆત પહેલા જ સીંગતેલમાં ડબ્બા દીઠ વધારો ઝીંકાતા વધતી મોંઘવારી વચ્ચે મધ્યમ વર્ગને વધુ એક ડામ પડ્યો છે.