November 28, 2024

10 વર્ષ જુના આધાર કાર્ડ અપડેટ કરવા 18 આધારનોંધણી કેન્દ્રો કાર્યરત કરાયા

તસ્વીર પ્રતિકાત્મક છે

છેલ્લા ૧૦ (દસ) વર્ષથી આધારકાર્ડ ઓળખના પુરાવા તરીકે ઉપયોગમાં લેવાતું હોવાનું સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. સરકારી તમામ સેવાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે. જેથી જે રહીશોએ ૧૦ (દસ) વર્ષથી વધુ સમય પહેલા આધારનોંધણી કરાવેલ હોય અને ત્યાર બાદના સમયગાળા દરમ્યાન આધારકાર્ડ અપડેટ કરાવેલ ન હોય તેવા રહીશોને સરકારી સેવાઓનો લાભ લેવા માટે નિયત કરેલ દસ્તાવેજો (POA અને POI) સાથે આધારકાર્ડ અપડેટ કરવા જણાવવામાં આવે છે.

 સુરત શહેરના તમામ રહીશોને આધાર નોંધણી/અપડેશન/KYC કરવામાં  સરળતા રહે તે હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા ૬૦ નવી આધારનોંધણી કીટ ખરીદી કરી સુરત શહેરના તમામ ઝોનમાં નવા આધાર કેન્દ્રો શરુ કરવામાં આવેલ છે.જ્યાં તમામ ૧૮ કેન્દ્રો પર આધારનોંધણી ઉપલબ્ધ કરવામાં આવેલ છે.ટોકન વગર રહીશોના આધારકાર્ડને લગતી કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા નવી અદ્યતન કીટ પર 1 મિનીટમાં આધારનોંધણી કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેથી સુરત શહેરના તમામ રહીશોને પોતાના ઘર નજીકના આધાર કેન્દ્ર પર આધાર નોંધણી/અપડેશન/ KYC આધારકાર્ડ અપડેટ (KYC) કરવાના કામે વધુમાં વધુ લાભ લેવા મ્યુ.કમિશનરશ્રી દ્વારા અપીલ કરવામાં આવે છે.
ત્યારે હાલમાં સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત કુલ ૧૮ આધારનોંધણી કેન્દ્રો કાર્યરત છે. જેના સરનામાં આ સાથે સામેલ છે
સુરત મહાનગરપાલિકા સંચાલિત આધારનોંધણી કેન્દ્રોના સરનામાની વિગત.
૧
લીંબાયત  ઝોન
લીંબાયત ઝોન ઓફીસ
લીંબાયત ઝોન ઓફીસ સિવિક સેન્ટર, વાટિકા ટાઉનશીપ સામે, ડુમ્ભાલ, સુરત
૨
દેવધ સિવિક સેન્ટર
દેવધ સિવિક સેન્ટર, દેવાધ રોડ, મણિબા કેમ્પસની બાજુમાં, ગોડાદરા, સુરત
૩
કુંભારિયા સિવિક સેન્ટર
કુંભારિયા ગ્રામ પંચાયત ઓફીસ, કુંભારિયા ગામ, સુરત
૪
રાંદેર ઝોન
રાંદેર ઝોન ઓફીસ
રાંદેર ઝોન, બાલા સાહેબ દેવરસ રોડ, તાડવાડી, સુરત
૫
ઇચ્છાપોર નાગરિક સુવિધા કેન્દ્ર
ગેટ નં. ૨, મોટી ફળી, શારદા વિદ્યાલયની બાજુમાં, ઈચ્છાપોર, સુરત
૬
પાલનપોર નાગરિક સુવિધા કેન્દ્ર
પાલનપોર સંકલિત વોર્ડ ઓફીસ, પાલનપોર કેનાલ રોડ, સુરત
૭
વરાછા ઝોન - એ
પૂર્વ વરાછા ઝોન-એ ઝોન ઓફીસ
ઈસ્ટ ઝોન વહીવટી ભવન, સૈફી સોસાયટી,પંચવટી વાડીની સામે, લંબે હનુમાન રોડ, સુરત.
૮
કરંજ સિવિક સેન્ટર
કરંજ હેલ્થ સેન્ટર, રચના સોસાયટી પાસે,  સુરત
૯
વરાછા ઝોન - બી
વરાછાઝોન-બી ઓફીસ
મોટા વરાછા હેલ્થ સેન્ટરની બાજુમાં સુદામા ચોક પાસે મોટા વરાછા, સુરત
૧૦
કઠોર સિવિક સેન્ટર
કઠોર ગ્રામ પંચાયત ઓફીસ કઠોર , સુરત
૧૧
સેન્ટ્રલ ઝોન
સીટી સિવિક સેન્ટર, સેન્ટ્રલ ઝોન, મુગલીસરા, સુરત
સુરત મહાનગરપાલિકા (મેઈન ઓફીસ), ન્યુ એનેક્ષી બિલ્ડીંગ, મુગલીસરા, સુરત
૧૨
સીટી સિવિક સેન્ટર, રીંગરોડ, સુરત
મીલેનીયમ માર્કેટની બાજુમાં, રીંગરોડ, સુરત
૧૩
ઉધના ઝોન-એ
સીટી સિવિક સેન્ટર, ઉધના ઝોન-એ, સુરત
સત્યમ નગર, ઉધના ત્રણ રસ્તા, સુરત
૧૪
ઉધના ઝોન-બી
ઉધના ઝોન - બી ઓફીસ
ઉધના ઝોન-બી, સુરત - નવસારી મેઈન રોડ, સચિન કેન્દ્ર શાળાની સામે, સચિન, સુરત
૧૫
અઠવા ઝોન
સીટી સિવિક સેન્ટર, ઝોન કચેરી
આદર્શ નગર સોસાયટી,  અઠવા ઝોન, સુરત
૧૬
ડુમસ સંકલિત વોર્ડ ઓફીસ
ડુમસ ગામ, સુરત
૧૭
કતારગામ ઝોન
કતારગામ ઝોન ઓફીસ
કતારગામ ઝોન ઓફીસ, ગજેરા સ્કુલની પાછળ, રામજી કૃપા રો-હાઉસની બાજુમાં, કતારગામ, સુરત
૧૮
વેડ સીટી સીવીક સેન્ટર
અખંડ આનંદ કોલેજની બાજુમાં, વેડ રોડ, સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો