સુરતમાં યોજાયા રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા 7 દિવસીય પ્રારંભિક શિક્ષા વર્ગ
રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા 7 દિવસીય પ્રારંભિક શિક્ષા વર્ગનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું હતુ, જેમાં સેવિકા બહેનોનો શારીરિક, માનસિક, બૌદ્ધિક, આત્મિક, આધ્યાત્મિક, યોગિક, દેશભક્તિ, સાંસ્કૃતિક ધાર્મિક,દ્રષ્ટિએ વિકાસ થાય અને સક્ષમ બને એ ઉદેશ્યથી વિવિધ વિષયોના સત્ર રાખવામાં આવ્યા હતા.
આ વર્ગ મા 13 વર્ષ થી 70 વર્ષ વચ્ચેની સેવિકા બહેનો જોડાયા હતા જેમાં દંડ ,નિયુદ્ધ ,યોગ ,સમતા, યસ્ઠી, ગીત, શ્લોક,પ્રાતઃ સ્મરણ ,ચર્ચા ,રંગોળી,પર્યાવરણ સંરક્ષણ ,સંસ્કૃતિ સંરક્ષણ, સોશ્યલ મીડિયાનો સાચો ઉપયોગ ,પહેરવેશ ,તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ ,વ્યક્તિત્વ વિકાસ ,ભોજન અને સ્વાસ્થ્ય જેવા વિષયોનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.
રાષ્ટ્ર સેવિકા સમિતિ(Rss)સુરત મહાનગર દ્વારા પ્રારંભિક શિક્ષા વર્ગમાં આજે પર્યાવરણ સંરક્ષણ સંસ્કારના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ,vnsgu ના પરિસરમાં શ્રી રામેશદાન ગઢવી ,સુરેશ જી માસ્ટર ,સૂર્યકાન્તજીની ઉપસ્થિતિમાં વિવિધ સંગઠની મહિલા અગ્રણી અને સેવિકા બહેનો દ્વારા 60 જેટલા પ્રાણવાયુ આપવાવાળા વૃક્ષોનું રોપણ રામ ધૂન અને હનુમાન ચાલીસાની સાથે પૂજા આરતી કરીને કરવામાં આવ્યું હતુ.