November 21, 2024

સુરતમાં ગેસ લીકેજ:3 બાળકો સહીત 7 લોકો દાઝયા 

photo credit google

સુરતના સચિન વિસ્તારમાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં મહિલાએ દુધ ગરમ કરવા માટે ગેસ ચાલુ કર્યો હતો તે વખતે અચાનક જ બ્લાસ્ટ થયો હતો જેમાં 7 લોકો દાઝી ગયા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

સચિન વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે જાણવા મળતી વિગત પ્રમાણે પરિવારની મહિલાએ બાળકો માટે દુધ ગરમ કરવા માટે ગેસ ઉપર દુધ ગરમ કરવા મુક્યુ હતુ અને તે સમયે ગેસ લીકેજ થઇ રહ્યો હતો જેને કારણે અચાનક જ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થતા જ ભીષણ આગ લાગી હતી ત્યારે ગેસ નજીક જ ઊભેલા પતિ-પત્ની ગંભીર રીતે દાઝી ગયા હતા તેમજ નજીકમાં નિદ્રાઘીન બાળકો સહિત અન્ય લોકોને પણ આગની ચપેટમાં આવી ગયા હતા. આ ઘટનામાં ત્રણ બાળકો સહિત કુલ 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે હાલમાં આ તમામ લોકોને સારવાર આપવામાં આવી રહી છે. જો કે આ સમગ્ર મામલે પોલીસે ઘટના કેવી રીતે બની તે અંગેની તપાસ હાથ ધરી છે.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *