October 30, 2024

સુરતમાં એક જ દિવસમાં હત્યાના બે બનાવો આવ્યા સામે

Vector bloody knife illustration in comics style.

સુરતમાં હત્યાની ઘટનાઓ સતત વધી રહી હોય એમ આજે એક જ દિવસમાં બીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે. મિત્રો સાથે ચા પીવા ગયેવા યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી જ્યારે બીજી હત્યાનો બનાવ અડાજણ વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં સિક્યુરિટી ગાર્ડની હત્યા કરવામાં આવી હતી. બે સિક્યોરિટી ગાર્ડ દ્વારા તેની હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. આ ઘટનામાં માથામાં બેટ અને લાકડીના ફટકા મારી હત્યા કરી હત્યારા ફરાર થઈ ગયા હતા. અડાજણ ખાતે આવેલી વેસ્ટર્ન હાઇટ્સમાં ત્રણેય સિક્યોરિટી અને કાર સફાઈનું કામ કરતા હતા. મૃતક યુવક બદ્રીસિંહ વધુ કાર સાફ કરતો હોવાની અદાવત રાખી તેના સાથીઓ રામપાલ અને રમાકાન્ત નામના ઈસમ હત્યા કરી નાસી છૂટ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઉપરાંત શહેરના પાંડેસરા વિસ્તારમાં આજે ફરી એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા પ્રિયંકા ચોકડી પર યુવકની હત્યા કરવામાં આવી છે. સનાતન રાજ અભિમન્યુ સ્વાઈ નામના 23 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે.ચાની દુકાન ચલાવતો યુવક મિત્રો સાથે ચા પીવા ગયો હતો. ઝઘડો થતો જોઈ પરત ફરતા બે બાઇક ચાલકોએ ટક્કર મારી તેઓને પાડી દીધા હતા અને બન્ને મિત્રોને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા જેમાં એકનું મોત થયું એકની હાલત ગંભીર છે.મળતી માહિતી પ્રમાણે પાંડેસરા વિસ્તારમાં 23 વર્ષીય સનાતન ઉર્ફે રાજ અભિમન્યુ સ્વાઈ પરિવાર સાથે રહેતો હતો અને ચાની દુકાન ચલાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. રાજ સહિત ચાર ભાઈઓ છે. જેઓ છેલ્લા 17 વર્ષથી સુરતમાં રહે છે અને મૂળ ઓડિશાના રહેવાસી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *