November 23, 2024

સાળંગપુર હનુમાનજી મંદિરમાં સુરતના એક હરિભક્ત દ્વારા અર્પણ કરાયો 1 કિલો સોનાનો મુગટ

photo credit google

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 175માં શતાબ્દી મહોત્સવનો શુભારંભ થઈ ચૂક્યો છે ત્યારે મોટી સંખ્યામાં હરિભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે અને તેમના દ્વારા હનુમાનજી દાદાને અલગ અલગ વસ્તુઓ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે આજે સુરતના એક હરિ ભક્ત દ્વારા દાદાને એક કિલો સોનાનો હીરાજડિત મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. વાજતે ગાજતે શોભાયાત્રા કાઢીને કથા મંડપમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ અને સંતોની ઉપસ્થિતમાં હરિભક્ત અને તેના પરિવાર દ્વારા સંતોને મુગટ અપર્ણ કરવામા આવ્યો છે.

સુરતના ઉધોગપતિ ઘનશ્યામભાઈ ભંડેરી દ્વારા અર્પણ કરાયેલો મુગટ સુરતમાં બનેલો છે અને તેને 1 કિલો સોનામાંથી બનાવાયો છે. આ મુગટમાં ગદા, કળા કરતાં બે મોર, મોરપિંછ અને ફ્લાવરની આકૃતિ કંડારવામાં આવી છે જ્યારે મુગટમાં મોરની ચાંચ અને આંખમાં મીણા કારીગરી કરવામાં આવી છે. એટલું જ નહીં મુગટ અને કુંડળમાં 7200 ડાયમંડ લગાડવામાં આવ્યા છે. કુલ 375 કેરેટ ડાયમંડજડિત મુગટ અને કુંડળની ડિઝાઈન કરતાં એક મહિનો અને તેને બનાવતા 10 જેટલાં કારીગરોને 3 મહિનાનો સમય લાગ્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો