December 3, 2024

સાંસદ સી આર પાટીલ દ્વારા લક્ષ્મીનારાયણ મંદિર ઉધના ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું.

gujaratupdate

સમગ્ર વિશ્વ રામમય બની રહ્યું છે ત્યારે મોદીજી દ્વારા શરૂ કરવામાં આવેલા તીર્થસ્થાનોના સફાઈ અભિયાનને આગળ વધારતા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા લક્ષ્મીનારાયણ મંદિર ઉધના ખાતે સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું.

લગભગ 500 વર્ષ બાદ અયોધ્યા ખાતે તારીખ 22 જાન્યુઆરીના રોજ થનાર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા શરૂ કરવામાં આવેલા તીર્થસ્થાનોની સફાઈ અભિયાનને આગળ વધારતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તથા નવસારીના સાંસદ સી આર પાટીલ સાહેબ દ્વારા લક્ષ્મીનારાયણ મંદિર ઉધના ખાતે ઉપસ્થિત રહી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત તેઓ દ્વારા મંદિર પરિસરમાં આવેલ રસ્તાઓ,પગથિયાઓ તથા મંદિરના સ્તંભોની પાણીના પોતા દ્વારા સફાઈ કરવામાં આવી હતી.

gujaratupdate

આ સફાઈ અભિયાનમાં તેમની સાથે સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી, સુરત શહેર અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા, મહામંત્રી કાળુભાઈ ભીમનાથ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ, ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલ, પક્ષનેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશભાઈ વાણીયાવાલા તેમજ નગરસેવકો ઉપરાંત સંગઠનના સહુ પદાધિકારીઓએ ઉપસ્થિત રહી આ સફાઈ અભિયાનને સફળ બનાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો