May 24, 2025

શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે વિનામુલ્યે નિઃ સંતાન નિવારણ કેમ્પ યોજાયો

gujarat update

તારીખ 18/02/2024, રવિવારના રોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજજીની જન્મજયંતિ નિમિત્તે લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 એફ 2, ભાવના નર્સિંગ હોમ લાયન ડો. રવિન્દ્ર પાટીલ (એમજેએફ રિજન ચેયરપરસન જોન – 3 ) અને લાયન ડો. મંગલા પાટીલ અને ડેસ્ટીની ટેસ્ટ ટયુબ બેબી સેન્ટર સુરતના ડો. દિલીપ જે. ઢોલરીયા દ્વારા વિનામુલ્યે નિઃ સંતાન નિવારણ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનો લાભ વિસ્તારના કુલ 27 દર્દીઓ દ્વારા લેવામાં આવ્યો હતો જેમાં ગોલ્ડ મેડાલીસ્ટ લાયન ડો. દિલીપ ઢોલરીયા જી દ્વારા દર્દીઓને તપાસીને એમને જરુરી સૂચન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં ઉદઘાટક તરીકે લાયન દીપકભાઈ પખાળે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ક્લબ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર વન લાયન્સ ક્લબ લાયન પરેશ પટેલ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ક્લબ સેકન્ડ લાયન મોના દેસાઈ, લાયન ડો. મંગલા પાટીલ (આઈવીએફ ડિસ્ટ્રિક્ટ ચેયરપરસન), લાયન ડો. દિલીપ ઢોલરીયા, લાયન ડો. નિખિલ પાટીલ સહીત ઉપસ્થતિ રહ્યા હતા ત્યારે જયસુખભાઈએ પ્રચાર અને પ્રસારની જહેમત ઉઠાવી હતી