May 24, 2025

શ્રીરામ યુવક મંડળ દ્વારા મહાઆરતી, ભજન સંધ્યા અને મહાપ્રસાદીનું આયોજન

gujaratupdate

સમગ્ર દેશ જ નહિ પરંતુ વિદેશમાં પણ જ્યારે અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં 22મીએ અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં અડાજણમાં ગંગેશ્વર મંદિર રોડ પર આવેલા બનારસી પાન ખાતે સાંજે 7 વાગ્યાથી મહાઆરતી, ભજન સંધ્યા તેમજ જાહેર મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહાનુભાવો ઉપરાંત મોટી સંખ્યામાં ભાવિક ભક્તોને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનું સમગ્ર આયોજન કરનાર શ્રીરામ યુવક મંડળના અંકિત લિલ્હા, રાજ ગજ્જર અને પિયુષ પાંડેએ આ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સમગ્ર કાર્યક્રમની અધ્યક્ષતા મેયર દક્ષેશ માવાણી કરશે. જ્યારે ધારાસભ્ય સંદિપ દેસાઈ, મનપાના સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ, યુથ ફોર ગુજરાતના જીગ્નેશભાઈ પાટિલ અને અડાજણ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રીરામ ગોજિયા, હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ પ્રવિણ બારિયા મુખ્ય મહેમાન પદ શોભાવશે. શૌનક હલવાવાળા તેમજ મનપાના શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાના સૌજન્યથી કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં ભાવિક ભક્તોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.