November 21, 2024

IVY Growth દ્વારા આયોજિત સ્ટાર્ટઅપ સમિટમાં અલગ અલગ સ્ટાર્ટઅપને મળ્યું અંદાજિત 15 કરોડનું ફંડ

શાર્ક ટેન્ક ફેમ અમન ગુપ્તા અને ગઝલ અલઘે શેર કર્યા અનુભવ

ત્રણ દિવસમાં 16000 થી વધુ મુલાકાતીઓ સમિટની મુલાકાત લીધી

સુરત: સુરત સ્થિત અગ્રણી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સક્ષમ કરનાર IVY Growth એસોસિએટ્સ દ્વારા આયોજિત સ્ટાર્ટઅપ સમિટ ટ્વેન્ટીવન બાય સેવન્ટી ટુની બીજી આવૃત્તિને ભવ્ય સફળતા મળી છે. સમિટના અંતિમ દિવસે દસ હજારથી વધુ અને ત્રણ દિવસમાં 16000 થી વધુ મુલાકાતીઓ પહોંચ્યા હતા. જ્યારે ત્રણ દિવસમાં આવેલા રોકાણકારો સમક્ષ 25 જેટલા સ્ટાર્ટઅપે પિંચિંગ કર્યું હતું અને રોકાણકારોએ પણ રસ દાખવી 15 કરોડ રૂપિયાનું ફંડિંગ જુદા જુદા સ્ટાર્ટઅપમાં કર્યું છે. આ દરમિયાન શાર્ક ટેન્ક ફેમ અને બોટ ના કો ફાઉન્ડર અમન ગુપ્તા અને ગઝલ અલઘે ઉપસ્થિત રહી પોતાના અનુભવ અને સ્ટેટ્રેજી વિશે જણાવ્યું હતું. ગઝલે જણાવ્યું હતું કે મામાઅર્થની જ્યારે શરૂઆત કરી ત્યારે નાના બાળકો માટે પ્રોડેક્ટ બનાવતી હતી. ત્યારબાદ માતાઓ માટેની પ્રોડક્ટ બનાવની શરૂઆત કરી અને હવે દરેક માટે પ્રોડેકટ બનાવે છે. હાલ તેમની કંપનીમાં ત્રણ હજારથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. મહિલા ઉધોગ સાહસિકો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે વર્ષ 2016 કરતા હવે મહિલા ઉદ્યોગ સાહસિકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ત્યારે કોઈએ પણ પોતાના લક્ષ્યને અધૂરામાં છોડવું નહીં જોઈએ. વળગી રહેશો તો સફળતા ચોક્કસ મળશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વ્યક્તિએ દેશ અને સમાજ માટે કઈક કરવું જોઈએ. એટલે જ હું મારી કમાણીમાંથી થોડોક હિસ્સાઓ વૃક્ષ રોપણ પાછળ ખર્ચ કરુ છું અને ભવિષ્યમાં મામાઅર્થ ફોરેસ્ટ બનાવવાનું લક્ષ્ય છે. આ સાથે જ તેમણે લોકોના સવાલોના જવાબ પણ આપ્યા હતાં. પિચિંગ માટે સિલેક્ટ થયેલા 25 સ્ટાર્ટઅપ માંથી 10 સ્ટાર્ટઅપ એ શનિવારે અને બાકીના સ્ટાર્ટઅપે રવિવારે પીચિંગ કર્યું હતું. જેમાં સુરત ચાર સ્ટાર્ટઅપ સામેલ હતા. સાથે જ 80 જેટલા સ્ટાર્ટઅપ સ્ટોલ પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.

આ ઉપરાંત ત્રણેય દિવસ સ્ટાર્ટઅપ ને સાંકળતા વિષયો પર કીનોટ અને પેનલ ડિસ્કશન યોજાઈ હતી. જેમાં સાર્થક આહુજા અને અર્જુન વૈદ્યે સહિત અનેક નિષ્ણાંતોએ સ્ટાર્ટઅપ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય સુરત સહિત ગુજરાતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મેપ પર મૂકવાનો હતો. આ સ્ટાર્ટ અપ સમિટ માં 200+ સ્ટાર્ટઅપ સ્થાપકો, 500+ રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ સહિત 10,000 થી વધુ લોકો જોડાયા હતા અને આ પ્રકારની આ ભારતમાં સૌથી મોટી સ્ટાર્ટઅપ સમિટમાંની એક સમિટ બની રહી હતી. આ ઇવેન્ટ નેટવર્કિંગ, શીખવા અને સહયોગ માટે પ્લેટફોર્મ પુરૂ પાડશે. 50+ VCs, 15+ એન્જલ નેટવર્ક્સ અને 300+ એન્જલ રોકાણકારોની હાજરી સાથે ઇવેન્ટ સ્ટાર્ટઅપ્સને તેમની ઓફર પ્રદર્શિત કરવા અને દેશના ટોચના રોકાણકારો સમક્ષ તેમના વિચારો રજૂ કરવાની અનન્ય તક પૂરી પાડવામાં આવી હતી.

IVY Growth એસોસિએટ્સના સહ- સ્થાપક રચિત પોદ્દારે જણાવ્યું હતું કે “TwentyOne by Seventy Two ની પ્રથમ આવૃત્તિમાં 20 થી વધુ રાજ્યોમાંથી 5,000 લોકો જોડાયા હતા. 35 ભાગીદાર સ્ટાર્ટઅપ્સમાંથી 15-17 સ્ટાર્ટ અપમાં રોકાણકારોએ રસ દાખવ્યો હતો અને ટર્મ શીટ પ્રાપ્ત થઈ હતી. જ્યારે બીજી આવૃત્તિ એનાથી પણ વધુ ભવ્ય અને સફળ રહી છે. કારણ કે આ સમિટને અર્થા વેન્ચર્સ, VCats અને બ્લુમ વેન્ચર્સ જેવા મોટા VCs અને સાર્થક આહુજા, અર્જુન વૈદ્ય, મહાવીર પ્રતાપ શર્મા અને 80 થી વધુ ઇન્ડસ્ટ્રીના વક્તાઓનું વિચારશીલ નેતૃત્વ મળ્યું હતું. જેઓએ ટેક્નોલોજી, બિઝનેસ અને ઉદ્યોગસાહસિકતાના નવીનતમ વલણો પર તેમની કુશળતા અને આંતરદૃષ્ટિ શેર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *