વડોદરાની MS યુનિવર્સિટીની ઘડિયાળ દુનિયાની વસ્તીના આંકડા બતાવશે
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી તેની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે ત્યારે વડોદરાની એમ એસ યુનિ.માં રાજ્યની પ્રથમ અને દેશની 8મી ડિજિટલ પોપ્યુલેશન કલોકનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ક્લોક દેશ અને રાજ્યની વસ્તીના આંકડા બતાવશે.
ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના સહયોગથી ગુજરાતમાં માત્ર MS યુનિવર્સિટીને પોપ્યુલેશન ક્લોક ભેટ આપવામાં આવી છે ત્યારે ભારત સરકારના હેલ્થ અને ફેમિલી વેલ્ફેર મંત્રાલયના DG એ.આર.મીનાએ તેનું ઉદઘાટન કર્યું હતુ. આ ક્લોકમાં જે આંકડા આવશે તે આપણા દેશની અને ગુજરાતની વસ્તી બતાવશે. આ ક્લોકનું એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા 55 હજાર વિદ્યાર્થીઓ તથા સ્ટાફ હવે દેશ અને રાજ્યની વસ્તી વિશે માહિતી મેળવી શકશે.