મોબાઈલની ક્લિકથી જાણો સરકારના વિકાસ કાર્યો: WhatsApp ચેનલ શરુ
લોકોને માહિતી પહોચાડી લોકો સાથે સંપર્ક સાધવા મુખ્યમંત્રી કાર્યાલયનો પ્રયોગ.
2 વર્ષ પૂર્ણ થતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યાલયે વોટસએપ ચેનલ કરી શરૂ
સચોટ જાણકારી નાગરિકો સુધી પહોંચે તે માટેનો CMOનો પ્રયાસ
છેવાડાના પ્રત્યેક માનવી સુધી વિકાસના લાભ પહોંચે તે માટે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પોતાની અધિકૃત WhatsApp ચેનલ શરૂ કરવામાં આવી છે. આ ચેનલ દ્વારા મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમોથી લઇને વિકાસના વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકાશે.
પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતમાં વિવિધ જનહિતકારી યોજનાઓ અને વિકાસના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે આ અંગેની સચોટ જાણકારી નાગરિકો સુધી પહોંચે એ હેતુ સાથે મુખ્યમંત્રી કાર્યાલય, ગુજરાતે પોતાની અધિકૃત WhatsApp ચેનલ શરૂ કરી છે. જેમાં માનનીય મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમોથી લઇને વિકાસના વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકશો. આ ચેનલને ફૉલો કરવા નીચેની લીંક પર ક્લિક કરવાનું રહેશે.