રોબોટે વ્યક્તિને મરચાનો ડબ્બો સમજીને કન્વેયર બેલ્ટ પર મુકી દેતાં મોત
ટેક્નોલોજી ઝડપથી આગળ વધી રહી છે અને માણસોના ઘણાં કામો રોબોટ સંભાળી રહ્યા છે જેથી ઘણીવાર કેટલીક દુર્ઘટના પણ સર્જાતી હોય છે ત્યારે દક્ષિણ કોરિયામાં એક કિસ્સો એવો બન્યો જેમાં રોબોટ મરચાનો ડબ્બો અને વ્યક્તિને સમજવામાં નિષ્ફળ રહ્યો અને તેના શરીરને કન્વેયર બેલ્ટ પર ધકેલી દીધુ. જેનાથી તેનો ચહેરો અને છાતી કચડાઈ ગયા. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ લઈ જવાયો પરંતુ ત્યારબાદ તેનું મૃત્યુ નિપજ્યું. આ રોબોટ મરચાના બોક્સ ઉઠાવવા અને તેને પેલેટ પર ટ્રાન્સફર કરવાની જવાબદારી સંભાળી રહ્યો હતો.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ ભોગ બનનાર વ્યક્તિ દક્ષિણ ગ્યોંગસાંગ પ્રાંતમાં મરચા છાંટવાના પ્લાન્ટમાં પરીક્ષણ પહેલા રોબોટના સેન્સર સંચાલનની તપાસ કરી રહ્યો હતો ત્યારે તેનામાં ખરાબી આવી ગઈ હતી જેને કારણે રોબોટ માણસ અને મરચાના ડબ્બા વચ્ચેનો ભેદ પારખી શક્યો નહિ અને કર્મચારીના શરીરને કન્વેયર બેલ્ટ પર મુકી દેતાં આ દુર્ઘટના ઘટી હતી.