રીજીયન કોન્ફરન્સ – “રવિમંગલમ્” ની કરાઈ ઉજવણી
https://youtu.be/beWUa1C8HEo?si=Tr7ycup-e4Hq8ylt
ગત તા. ૨૩-૦૪-૨૦૨૪ને મંગળવારના રોજ ડ્રીમ ફેસ્ટીવા, ગૌરવ પથ રોડ, પાલ ખાતે ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર અને રીજીયન ચેરપર્સન લાયન ડૉ. રવિન્દ્ર પાટીલની રીજીયન કોન્ફરસ -“રવિમંગલમ્”નું ખૂબ સફળપૂર્વક સંપન્ન, કોન્ફરેન્સ ‘રવિમંગલમ્’, કમિટી ચેરપર્સન લાયન મહેન્દ્ર પ્રજાપતિ તથા કો-ચેરપર્સન લાયન સંજયના દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સમગ્ર રીજીયનની લગભગ ૧૯ કલબો તથા ડિસ્ટ્રક્ટના વાપી-ભીલાડ થી ભરૂચ સુધીની વિવિધ કલબના લાયનો તેમજ નોન લાયન સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. કોન્ફરસના ઉદ્દઘાટક ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દિપક પખાલે, મુખ્ય મહેમાન વીએમસીસી લાયન મુકેશ પટેલ, ગેસ્ટ ઓફ ઓનર લાયન પરેશ પટેલ, મોના દેસાઈએ કાર્યક્રમની શોભા વધારી હતી. શરૂઆત સમુહમાં રાષ્ટ્રગાન સાથે, પ્રાર્થના, બાદ સ્વાગતનૃત્ય દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડૉ. મંગલા પાટીલ દ્વારા રાષ્ટ્રધ્વજ વંદના બાદ, કમિટી ચેરપર્સન મહેન્દ્ર પ્રજાપતિ સભાને આવકારી હતી. કો-ચેરપર્સન લાયન સંજય દેસાઈ દ્વારા કૉન્ફરન્સની માહિતી આપી હતી. રીજીયન ચેરપર્સન લાયન ડૉ રવિન્દ્ર પાટીલ દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન તેમના માર્ગદર્શન હેઠળ થયેલ સેવાકાર્યો અંગે તેમની લાગણી વ્યક્ત કરી. મહાનુભાવોના હસ્તે સેવાકાર્યમાં પ્રવૃત્ત ૧૯ કલબોના હોદ્દેદારોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આજ દિવસે રિજીયન ચેરપર્સનડૉ. રવિન્દ્રભાઈ પાટીલ તથા ડૉ. મંગલા પાટીલના લગ્નના ૪૦ માં વર્ષની ઉજવણી પણ ઉત્સાહભેર કરવામાં આવી હતી. ચારેય ડૉક્ટર સંતાનો દ્વારા માતા-પિતા સાથેના તેમના સંસ્મરણો વાગોળ્યા હતાં. કમિટીના ચેરમેનો તથા જેટલા કમિટી સભ્યો દ્વારા કાર્યક્રમને સફળતા પૂર્વક સંપન્ન કર્યા હતો.