રાષ્ટ્રીય એકતાની ભાવનાને મજબૂત કરવા સુરતમાં 31મીએ “યુનિટી રન”
હજારો યુવા વર્ગ અને ઉત્સાહી નાગરિકો દોડમાં જોડાશેઃ SVNIT કોલેજ કેમ્પસથી કારગીલ વિજય ચોક અને પરત કેમ્પસ માટે દોડ યોજાશેઃ સમગ્ર દેશમાં તા. ૩૧મી ઓકટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાશેઃ રજીસ્ટ્રેશન માટેની લિન્ક http://smc.city/UnityRun
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારત દેશની એકતા અને અખંડિતતાના પ્રેરક એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ તાઃ ૩૧મી ઓકટોબરે એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકારિત કરવા માટે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. નર્મદાના એકતા નગર SOU કેવડીયા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં માર્ચ પાસ્ટ અને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે સૂરત ખાતે તા.૩૧ ઓકટોબરે સૂરત શહેરની SVNIT કોલેજ કેમ્પસ ખાતેથી સવારે ૭.૦૦ વાગે થી “યુનિટી રન” યોજાશે. જે દોડમાં હજારો યુવક યુવતીઓ અને દેશની એકતાની ભાવના સાથે નાગરિકો પણ જોડાશે. આ દોડ SVNIT કેમ્પસ થી આયોજન મુજબ કારગીલ વિજય ચોક સુધી અને ત્યાં થી પરત SVNIT કેમ્પસ પરત ફરશે…
સૂરત શહેરમાં “યુનિટી રન” નું આયોજન સૂરત મહાનગર પાલિકા અને જીલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યું છે
શહેરીજનો, યુવા વર્ગ, તમામ માટે “યુનિટી રન “માં જોડાવા માટે એક રજીસ્ટ્રેશન લિંક છે જેમાં પોતાનું નામ વગરે રજીસ્ટર કરાવી તા.૩૧/૧૦/૨૦૨૨ ના રોજ સવારે ૭ વાગ્યા સુધીમાં SVNIT કેમ્પસ ખાતે ઉપસ્થિત રહી દોડમાં જોડાઈ શકશે. http://smc.city/UnityRun ઉપરની લિંકમાં રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.
યુનિટી રન માટે આવનાર યુવા વર્ગ અને તમામ નાગરિકો માટે વાહન પાર્કિંગ જ્યાં વ્યવસ્થા કરવામાં આવી હોય ત્યાંજ પાર્ક કરવા પણ જણાવાયું છે.
સૂરત શહેરમાં રહેતા વીર જવાનો, રમતવીરો, કલાકારો, વિશિષ્ઠ વ્યક્તિઓ, સેવાભાવી સંસ્થાઓના નાગરિકો સહિત સૌને “યુનિટી રન”માં જોડાવા સૂરત મહાનગર પાલિકા અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.