17 જુલાઈ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના:હવામાન વિભાગ
હવામાન વિભાગ દ્વારા આગામી તા. 17 જુલાઈ બાદ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામા આવી છે.આ આગાહી મુજબ 16 અને 17 તારીખે પોરબંદર,જુનાગઢ,ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 17 અને 18 તારીખે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે, ત્યારે 18 અને 19 તારીખે અમરેલી,ભાવનગર,ભરૂચ,સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં 18 જુલાઈ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. આ આગાહીના પગલે આગામી તા.17 અને 18 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય રાજ્યભરમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે.
જોકે રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં દ.ગુજરાત,સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે અને 23થી 26 જુલાઈ વચ્ચે રાજ્યના ચારેય ઝોનમાં વરસાદ વરસવાની શક્યતા છે. આ ઉપરાંત અન્ય સિસ્ટમ સર્જાયા બાદ 29 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી વરસાદ વરસશે જેને પગલે રાજ્યના જળાશયોમાં પાણીની ભારે આવક થશે.