“યુવા ગુજરાત” દ્વારા પતંગોત્સવનું આયોજન
કુદરતની અમૂલ્ય દેન એટલે જીવન છે, જીવનમાં આનંદ હંમેશા માનવીને જીવતો રાખવામાં અગત્યનો ભાગ ભજવતો હોય છે. પણ અમુક કારણોસર ઘણા બાળકો પોતાના બાલ્યકાળમાં આ આનંદ પ્રાપ્ત કરી શકતા નથી, તેવા દિવ્યાંગ બાળકો,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો અને કોલેજના વિધાર્થીઓને ભરપુર આનંદ આપવા “યુવા ગુજરાત” દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.
તો આ કાર્યક્રમની મઝા માણવા માટે આપશ્રીને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.🪁🪁🤝🏻😊
તારીખ: 13 જાન્યુઆરી, 2024 | શનિવાર
સમય:સવારે 10.00 થી 1.00.
સ્થળ : ચિલ્ડ્રન પાર્ક, ગ્રાઉડ, સમિતિ શાળા 8-9, મજુરાગેટ, સુરત.