યુઝર્સ ઇન્સ્ટાગ્રામ પર રીલ ડાઉનલોડ કરી શકશે:કંપનીએ સુવિધા કરી રોલઆઉટ
ઈન્સ્ટાગ્રામે વિશ્વભરના તમામ યુઝર્સ માટે રીલ્સ ડાઉનલોડ ફીચર રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કર્યા વગર રીલ ડાઉનલોડ કરી શકશે. આ સુવિધાના કારણે હવે તમે કોઈપણ પબ્લિક એકાઉન્ટની રીલ સેવ કરી શકો છો. ઉલ્લેખનિય છે કે, પાંચ મહિના પહેલાં કંપનીએ આ ફીચર માત્ર અમેરિકામાં જ રોલઆઉટ કર્યું હતું, જે હવે ટૂંક સમયમાં ભારત સહિત અન્ય દેશોમાં પણ ઉપલબ્ધ થશે.
જો કે, હાલમાં યુઝર્સ થર્ડ પાર્ટી એપ્સ અથવા છુપાયેલી યુક્તિઓ દ્વારા Instagram પર રીલ્સ ડાઉનલોડ કરે છે. આ સિવાય રીલ્સ ડાઉનલોડ કરવા માટે યુઝર્સ પહેલા તેને તેમની સ્ટોરી પર સેટ કરે છે, ત્યાર બાદ તેને સ્ટોરી ડાઉનલોડ કરવાનો અને ત્યાંથી રીલ્સ ડાઉનલોડ કરવાનો વિકલ્પ મળે છે. આ સુવિધા શરુ થતાં જ રીલ ડાઉનલોડ કરવાનું સરળ બનશે.