‘માઈચોંગ’ના પગલે દક્ષિણ મધ્ય રેલવેએ 3 થી 7 ડિસેમ્બર વચ્ચેની 144 ટ્રેનો કરી રદ
હવામાન વિભાગ દ્વારા ‘માઈચોંગ’ ચક્રવાતને લઈને ચેતવણી જાહેર કરી છે. આ તોફાન 4 ડિસેમ્બરે આંધ્રપ્રદેશ અને ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠાની નજીક પહોંચીને 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં ટકરાશે, ત્યારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં “માઈચોંગ” ને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને દક્ષિણ મધ્ય રેલવે દ્વારા 144 ટ્રેનો રદ કરવામાં આવી છે.
‘માઈચોંગ’ વાવાઝોડાને કારણે તંત્ર સતર્ક થઈ ગયુ છે અને મોટી સંખ્યામાં લોકો ટ્રેનમાં સફર કરતાં હોય છે ત્યારે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવે દ્વારા તારીખ 3 થી 7 ડિસેમ્બર વચ્ચે દોડનારી 144 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે જેમાં તમિલનાડુ, બેંગલુરુ, હૈદરાબાદ, નવી દિલ્હી, હાવડા, લખનૌ, વિશાખાપટ્ટનમ, તિરુપતિ, પુડુચેરી સહિતની ટ્રેનને રદ કરવામાં આવી છે. રદ કરવામાં આવેલી ટ્રેનોમાં વિજયવાડા જનશતાબ્દી (ટ્રેન નંબર 12077 અને 12078), નિઝામુદ્દીન ચેન્નાઈ દુરંતો (ટ્રેન નંબર 12269 અને 12270), ગયા ચેન્નાઈ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12389 અને 12390) અને બરૌની – કોઈમ્બતુર નંબર 12077 અને 3333 સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે.
જો કે, ટ્રેનોના સમય અને સ્ટોપેજ સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકો છો.