મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહાદેવ ટ્રસ્ટ રામનગર સિંધી સમાજ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો
મહા શિવરાત્રીના પાવન અવસરે સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ રામનગર સિંધી સમાજ દ્વારા ફ્રી ફિઝિયોથેરાપી, મેડિકલ, આંખની તપાસ, રક્તદાન, લેબોરેટરી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો.સુરેશ તેજવાણી, ડો.રિંકુ સહાની, ડો. સોનિયા ચંદાનીએ ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓને નિ:સ્વાર્થ સેવા પૂરી પાડી હતી.આ શિબિર માટે સિંધી યુવા સંગઠનની ટીમે લોજિસ્ટિક્સ અને માનવબળ પૂરું પાડ્યું હતું.યુનિપેથ લેબોરેટરી દ્વારા થાઈરોઈડ, હિમોગ્લોબીન, બ્લડ સુગરની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી.દિવ્યાંગ ઓપ્ટીકલ દ્વારા નિ:શુલ્ક આંખની તપાસ કરવામાં આવી હતી અને ઓછી દૃષ્ટિ અને લાંબી દૃષ્ટિની સમસ્યા ધરાવતા ગરીબ દર્દીને મફત ચશ્મા આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે નવી સિવિલ હોસ્પિટલ સુરત, બ્લડ બેંક વિભાગના ડો. જીતેન્દ્ર પટેલે વિનામૂલ્યે રક્તદાન કેમ્પની સુવિધા પુરી પાડી હતી.ડો.નિર્મલ પટેલ અને ડો.હિરલ શાહે ત્યાં રક્તદાન શિબિરમાં વિનામૂલ્યે સેવાઓ પૂરી પાડી હતી.