મતદાન પૂર્ણ થવા સુધી તમામ લોકો માટે રાજકીય SMS મોકલવા પર પ્રતિબંધ
મતદાન પૂર્ણ થવાના 48 કલાક પૂર્વેથી હુકમ લાગુ, ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશેઃ કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યું
આગામી તા.૧લી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની સમાન્ય ચુંટણી-૨૦૨૨ અનુલક્ષીને સુરત જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓકએ એક જાહેરનામા દ્વારા પોલીસ કમિશનરના હકુમત સિવાયના સમગ્ર સુરત જિલ્લા વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચુંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યકિતએ મતદાન દિવસ તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન પુરુ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના તમામ એસએમએસ મોકલવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તરીકે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદારોને પ્રોત્સાહિત કરવા, ભારતના ચુંટણી આયોગના સક્ષમ સત્તાધિકારી દ્વારા કરવામાં આવતા એસ.એમ.એસ.ને લાગુ પડશે નહી. જેથી આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.