October 30, 2024

ચોમાસામાં મકાઈ છે સુપર ફુડ

વરસાદી મોસમમાં અનેક સ્વાસ્થ્યવર્ધક લીલા અને તાજા ફળ અને શાકભાજી મળી રહે છે. આમાંથી એક ફૂડ એવું છે જે સરળતાથી મળી રહે છે અને આ ખાદ્યપદાર્થમાં માઇક્રો ન્યૂટ્રિએન્ટ્સની માત્રા પણ વધારે હોય છે. જેનું નામ છે મકાઇ. મકાઈ મોટાભાગના લોકોને પ્રિય હોય છે તો આવો જાણીએ તેના ફાયદાઓ વિશે..
મકાઈમાં પ્રોટીન,ફાઇબર,વિટામિન, Aકેલ્શિયમ,વિટામિન B6,આયર્ન,વિટામિન C,ફોલેટ,ફેટી એસિડ સારા પ્રમાણમાં મળી રહે છે જેથી મકાઇ ખાવાથી કફ અને પિત્તનું શમન થાય છે. કફ દોષના કારણે સુસ્તી, થાક, આળસ, પેટ ભારે લાગવું, શ્વાસ લેવામાં પરેશાની, મસલ્સમાં ખેંચાણ અને ઢીલાશ ઉપરાંત ડીપ્રેશન પણ થઇ શકે છે. જ્યારે પિત્ત દોષના કારણે અપુરતી ઉંઘ, છાતીમાં બળતરાં, સતત ગરમી લાગવી, શરીરમાંથી દુર્ગંધ આવવી, વારંવાર ગુસ્સો, ચક્કર આવવા અને મોંઢૂ કડવું લાગે છે ત્યારે આ સુપરફૂડ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. મકાઇ ગ્લૂટન ફ્રી હોવાથી તેના સેવનથી વજન પણ નિયંત્રિત રહે છે, આ ઉપરાંત તેનાથી ડાયજેશન સુધરે છે અને હાઇ બ્લડપ્રેશરથી પણ છૂટકારો મળે છે.
આ ઉપરાંત કિડનીની પથરી દૂર કરવા માટે મકાઇના વાળ એટલે કે રેશા કામમાં આવે છે. આ પાતળા રેશા જૂનામાં જૂની પથરીને દૂર કરવા માટે ઉપયોગી છે. તેના રેશાને પાણીમાં પલાળી દરરોજ સેવન કરવાથી ઉત્તમ પરિણામ મળે છે.

આ સુપરફુડને બાફીને, શેકીને કે તેનું શાક બનાવીને રુચિ અનુસાર ખાઈ શકાય છે. આ ઉપરાંત પણ આજે તો અલગ અલગ રેસિપીમાં મકાઈનો ઉપયોગ થાય છે, તો આજથી જ તેના બેનિફિટ્સ લેવાના શરુ કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *