બાબા બૈધ્યનાથજી મંદિરે બ્રહ્મકુમારીઓ વતી સિક્કા ચઢાવીને જળાભિષેક કરાયો
4 માર્ચના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ગોડાદરા સ્થિત બાબા બૈદ્યનાથજીના મંદિરે બ્રહ્મા કુમારીઓ વતી સિક્કા ચઢાવીને શિવલિંગ પર જળ અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુરત શહેર ના માજી ડે. મેયર ડો.રવીન્દ્ર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા પૂજા અને આરતી કરવામાં આવી હતી.આ પ્રસંગે ડો.રવીન્દ્ર પાટીલે ઉપસ્થિત તમામ ભક્તોને ભગવાન શિવને પ્રસન્ન કરવા જલાભિષેકનું વિશેષ મહત્વ જણાવ્યું હતું. પાણી શુદ્ધતાનું સૂચક છે. ભગવાનને આ અર્પણ કરીને, ભક્તો તેમના હૃદયમાં મનની શુદ્ધતા, સ્વચ્છતા અને સદ્ભાવના માટે ભગવાનને પ્રાર્થના કરે છે. શિવ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે કલ્યાણ. ભગવાન શિવની પૂજા અનાદિ કાળથી ચાલી આવે છે. દરેક મનોકામના પૂર્ણ કરવા માટે શિવની પૂજા કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં રંજના દીદી અને ચેતના દીદીએ સહયોગ કરી ખૂબ જ સુંદર ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેનો તમામ ભક્તોએ લાભ લીધો હતો.