Facebook પર તમે હવે એકસાથે 4 પ્રોફાઇલ બનાવી શકશો
ફેસબુકની માલિકીની કંપની મેટાએ ફેસબુક માટે મલ્ટીપલ પર્સનલ પ્રોફાઈલ ફીચર લોન્ચ કર્યું છે, જેની મદદથી હવે તમે ફેસબુક પર મલ્ટીપલ પ્રોફાઈલ બનાવી શકશો. એટલું જ નહિ, ફેસબુકના આ ફીચરથી તમે એ પણ જાણી શકશો કે તમે કોની સાથે કન્ટેન્ટ શેર કર્યા છે. અગાઉ, ફેસબુક પર બીજી પ્રોફાઇલ ખોલવા માટે વ્યક્તિએ લોગ ઇન કરવું પડતું હતું. આ ફીચરની સૌથી સારી વાત એ છે કે તમારે અલગ-અલગ પ્રોફાઈલ માટે વારંવાર લોગઈન કરવાની જરૂર રહેતી નથી.
આ સ્ટેપ્સ કરો ફોલો
ફેસબુકના પ્રોફાઈલ સેક્શન પર જાઓ.
સૌથી ઉપર તમને પ્રોફાઇલ બનાવવાનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.
તમારું નામ દાખલ કરો.
તમે જે મિત્રોને નવી પ્રોફાઇલમાં ઉમેરવા માંગો છો તેને પસંદ કરો.
ગ્રૂપ અને પેજ પણ એડ કરી શકો છો જેને તમે ફોલો કરો છો.
આ પછી તમારી પ્રોફાઇલ બની જશે.
હાલમાં આ ફીચર વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરવામાં આવ્યું છે જેથી કેટલાક યુઝર્સને આ સુવિધા મળી રહી છે પરંતુ આવનારા મહિનાઓમાં આ સુવિધા વિશ્વભરના યૂઝર્સ માટે ઉપલબ્ધ થશે.