November 22, 2024

આંખોની સાથે જ શરીરને પણ ઠંડક આપે છે ફુદિનો

સરસ મજાની સુગંધ અને એક આંખોને ઠંડક આપે એવો ફુદિનો આપણે ઘણી રીતે ઉપયોગમાં લેતાં હોઈએ છીએ. ફુદિનાની ચટણી, ફુદિનાનું રાયતું, ભજિયા અથવા છાસ સહિત કોઇપણ બીજી ડ્રિંકમાં તેના સ્વાદને વધુ મજેદાર બનાવવા માટે ફુદિનાનો ઉપયોગ થાય છે અને તમને ખબર જ હશે કે આ ફુદિનાના પાન તમારા આરોગ્યને પણ તંદુરસ્ત રાખવામાં ઘણાં ઉપયોગી છે. આવો, આજે અહીં જાણીએ ફુદિનાના એવા ફાયદા વિશે જે તમારા આરોગ્યને માટે ખુબ જ જરુરી છે.
યાદશક્તિ વધારે છે
આ સુગંધીત અને સ્વાદિષ્ટ ફુદિનાના પાન તમારી યાદશક્તિ વધારવાનું કાર્ય પણ કરે છે. ફુદિનામાં રહેલા એક્ટિવ ઇંગ્રીડિયન્ટ્સ આપણા મગજમાં કોગ્નેટિવ ફંક્શન વધારવાનું કામ કરે છે.ફુદિનાના આ ગુણથી આપણી આસપાસ થતી દરેક ગતિવિધિ માટે આપણે માનસિક અને શારીરિક સતર્કતામાં વધારો થાય છે.
લિવરને સ્વસ્થ રાખે છે
આપણા શરીરમાં થતી મોટાભાગની બિમારી કોઈને કોઈ સ્વરુપે આપણા પેટ સાથે એટલે કે પાચન તંત્ર સાથે જોડાયેલ હોય છે. જો લિવરની કામ કરવાની ગતિ ધીમી હોય તો તમારા કામ કરવાની ગતિ પણ ધીમી થઈ જાય છે. એટલે કે જો તમારે પોતાને એક્ટિવ રહેવું હશે તો લિવરને પણ એક્ટિવ રાખવું પડશે. તેના માટે તમારે નિયમિત રુપે ફુદિનાના પાનનો ઉપયોગ કરવો જોઈએ.
વજન ઓછું કરવામાં ઉપયોગી
આજે દરેક વ્યક્તિ પોતાને ફિટ અને પાતળા કરવા માટે જિમથી લઈને ડાયેટ અને યોગાનો સહારો લેતાં હોય છે તેમ છતાં ઘણીવાર સંતોષજનક પરિણામ નથી જ મળતું. ત્યારે તમારા માટે ફુદીનો ઘણો મદદગાર સાબિત થઈ શકે છે. એટલે દરરોજ ફુદિનાની ચટણી, ફુદિનાના પાંદડા યુક્ત છાસ, ફુદિનાનું રાયતું વગેરેનું સેવન કરો. તમારું વજન ઓછું થશે, વજન નિયંત્રિત રહેશે અને શરીરની મોટાપાની સમસ્યાથી મુક્તિ મળવા સાથે સ્ફુર્તિવાન રહેશે.
​​ખીલની સમસ્યા દૂર કરવા
જેમ તમારા લિવરથી લઈને યાદશક્તિ અને વજન ઉતારવાની બાબતમાં ફુદિનાનો દૈનિક ઉપયોગ ફાયદાકારક છે તેવી જ રીતે ખીલને દૂર કરવામાં પણ ખીલ મદદરુપ થાય છે. એટલે ફુદીનો ફક્ત તમારા પેટની સમસ્યાને જ દૂર કરવા ઉપરાંત તમારી સુંદરતાને નિખારવાનું પણ કામ કરે છે. જેને ચહેરા પર ખિલ, બ્લેક હેડ્સ, વાઇટ હેડ્સ અને મસાની સમસ્યા હોય છે તેમના માટે ફુદીનો ફાયદાકારક છે. આ લોકોએ પોતાના ચહેરા પર ફુદિનાના પાનનો લેપ લગાવવો જોઈએ. સાથે જ પોતાના ખોરાકમાં પણ ફુદિનાનો ઉપયોગ વધારવો જોઈએ.
​દર્દ નિવારક​
ફુદીનો એક કુદરતી દર્દ નિવારક છે. દુઃખાવા માટે કોઈ પેઇન કિલર દવા નિયમિતરુપે લેવાથી તમને લાંબાગાળે આડઅસર થવાની સમસ્યા રહી શકે છે. પરંતુ ફુદીનો નેચરલ પેઇન કિલર હોવાથી કોઇપણ જાતની આડ અસર વગર જ તમને દુખાવો દૂર કરવામાં મદદરુપ થાય છે તે શરીરને કુદરતી રીતે જ ઠંડક પહોંચાડે છે અને તેનો રસ શરીરમાં જતાં જ દુખાવા માટે જવાબદાર કુપિત વાયુને શાંત કરી દે છે અને દર્દમાંથી મુક્તિ મળે છે. શરીરમાં કફ, વાત અને પિત્ત ત્રણ દોષ હોય છે તેના ઇમ્બેલેન્સને કારણે શરીરમાં દુખાવો થાય છે. જેને દૂર કરવામાં ફુદીનો મદદરુપ બને છે.
શ્વાસની દુર્ગંધથી મુક્તિ
ઘણા લોકોને બ્રશ કરવા છતા મોઢામાંથી દુર્ગંધ આવતી રહે છે. આ દુર્ગંધથી ઘણા લોકો જાહેરમાં બોલવાથી પણ શરમાય છે. જો કે આ સમસ્યા ખરેખર તમારા દાંત અને પેઢાની નહીં પણ પેટની હોય છે. પેટ ખરાબ હોવાથી મોઢામાંથી દુર્ગંધ આવતી રહે છે. પેટની આ સમસ્યાને ફુદીનો દૂર કરે છે. જ્યારે શરીરમાં પાચન સંબંધી ગરબડ થાય છે ત્યારે તમને પોટી યોગ્ય રીતે લાગતી નથી, પેટમાં કબજિયાતની સમસ્યા થાય છે અથવા તો તમારા આંતરડામાં સંક્રમણ થાય છે. આવા તમામ લક્ષણો હોય તો તમારા મોઢામાંથી વાસ આવી શકે છે.
શ્વાસ સંબંધીત રોગોથી બચાવે
ફુદીનાનો એક ગુણ એન્ટિ એલર્જિક છે જેના કારણે તમને એલર્જી અને કોઈપણ વાયરસના સંક્રમણ સામે ઘણા ખરા અંશે રક્ષણ આપે છે. આ સાથે જ ફુદીનામાં રહેલા ઔષધીય ગુણો અસ્થમાના રોગીને ઘણો લાભ પહોચાડે છે. જેથી શ્વસનતંત્રની બીમારીના રોગીઓને ફુદીનો ઘણો ફાયદો આપે છે.ફુદીનાના ઉપયોગથી ધૂળ, માટી અથવા અન્ય બાબતોની એલર્જી હોય છે તેવા લોકો માટે ફુદીનો ઘણો આશિર્વાદ રુપ સાબિત થાય છે. માટે દૈનિક ખોરાકમાં તમારી ડિશમાં ફુદીનાની ચટણી, ફુદીનાનું રાયતુ કે છાસમાં મસાલા તરીકે ફુદીનાનો ઉપયોગ કરવો ફાયદા કારક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *