પાકિસ્તાનમાં વિસ્ફોટ:20 ના મોત, 50થી વધુ ઈજાગ્રસ્ત
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના બાજોરમાં વિસ્ફોટ થયો છે. રવિવારે બાજોરના ખારમાં જમીયત ઉમેલા-એ-ઇસ્લામ-ફઝલ (જેયૂઆઈ-એફ) ના કાર્યક્રમ સંમેલનમાં થયેલા આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે જ્યારે 50 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને મોટી સંખ્યામાં ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસાડવામાં આવ્યા છે.
આ વિસ્ફોટમાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલ (JUI-F)ના કાર્યકર્તા સંમેલનને નિશાન બનાવવામાં આવ્યું છે. હાલમાં પોલીસે રાહત અને બચાવ કાર્યની સાથે આગળની તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા પ્રમાણે વિસ્ફોટ સંમેલનની અંદર થયો જ્યાં સુરક્ષા એજન્સીઓએ આ વિસ્તારમાં ઘેરાબંધી કરી લીધી છે. જો કે ઘટના બાદ સોશિયલ મીડિયા પર બ્લાસ્ટ બાદના વીડિયો અને તસવીરો શેર કરવામાં આવી રહ્યા છે ત્યારે ઈજાગ્રસ્તો અને મૃત્યુ પામનારની સંખ્યા વધી શકે છે. જેયૂઆઈએફના વરિષ્ઠ નેતા હાફિઝ હમદુલ્લાએ સરકારને ઈજાગ્રસ્તો માટે ઈમરજન્સી ચિકિત્સા ઉપલબ્ધ કરાવવાની અપીલ કરી છે. જોકે હાલમાં આ બ્લાસ્ટ કેવા પ્રકારનો હતો એ અંગે તપાસ ચાલી રહી છે.