પત્નીને છૂટાછેડા આપ્યા વગર બીજી મહિલા સાથે સંબંધ રાખનારને કાયદાકીય સુરક્ષા નહિ
પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વગર બીજી મહિલા સાથે સંબંધ રાખનારા પુરુષને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પોલીસ સુરક્ષા આપવાનો ઈન્કાર કરી દીધો. કોર્ટે કહ્યું કે, પરિણીત પુરુષ એક અન્ય મહિલા સાથે વાસનાભરેલું જીવન જીવી રહ્યો છે. તેને IPC ની કલમ 494 હેઠળ અપરાધ બદલ જવાબદાર ઠેરવી શકાય છે.
લિવ ઈન કપલ માટે પોલીસ સુરક્ષા આપવાની માંગણી પર સુનાવણી ચાલી રહી હતી જેમાં કોર્ટે એ જોતા સુરક્ષાનો આદેશ આપવાની ના પાડી દીધી કે વ્યક્તિ પહેલેથી જ પરિણીત છે અને બે વર્ષની પુત્રીઓનો પિતા પણ છે. હાઈકોર્ટે કહ્યું કે, પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધા વગર અરજીકર્તા બીજી મહિલા સાથે વાસનાપૂર્ણ અને વ્યાભિચારી જીવન જીવી રહ્યો છે, જે આઈપીસીની કલમ 494/495 હેઠળ દંડનીય અપરાધ બની શકે છે કારણ કે આવો સંબંધ વિવાહની પ્રકૃતિમાં ‘લિવ ઈન રિલેશનશીપ’ કે ‘રિલેશનશિપ’ના વાક્યાંશ હેઠળ આવતો નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, IPCની કલમ 494 હેઠળ દ્વિવિવાહ દંડનીય છે અને દંડ સાથે મહત્તમ 7 વર્ષની સજા પણ થઈ શકે છે.