નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સરના પુનર્વસનમાં ફિઝિયોથેરાપીની ભૂમિકા અંગે ક્વિઝનું આયોજન કરાયું
કહેવાય છે ને કે, ‘પહેલું સુખ તે જાતે નર્યા’. આ વાક્ય એટલું જ સાચું પણ છે. કારણ કે, જો આરોગ્ય સારું નહિ હોય તો દુનિયાના તમામ સુખો ફિકા લાગે છે. માટે જ લોકો પોતાના આરોગ્ય વિશે સજાગ બને એ માટે દેશ જ નહિ પરંતુ દુનિયાભરના લોકો પ્રયત્નશીલ છે અને તેના માટે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીની શરુઆત કરવામાં આવી હતી. વર્ષ 1950 માં WHOની પ્રથમ વર્લ્ડ હેલ્થ એસેમ્બલી યોજાઈ હતી, જેમાં દર વર્ષે આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉજવણીનો હેતુ એ જ છે છે કે, લોકો પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત થાય.
આ ઉજવણીના ભાગરુપે આજે 7 એપ્રિલના રોજ સુરતના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ.સોનિયા ચંદનાની દ્વારા વિદ્યાર્થીઓ માટે સર્વાઇકલ કેન્સર રસીકરણ અંગે જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો. ડૉ.સોનિયા ફેડરેશન ઑફ ઑબ્સ્ટેટ્રિશિયન્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ ઑફ ઇન્ડિયાના “માસ્ટર ટ્રેનર” છે અને ડો.રાગીણી મેડમ અને ડો.મનમીત કૌરના માર્ગદર્શન હેઠળ સરકારી ફિઝિયોથેરાપી કોલેજ નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સરના પુનર્વસનમાં ફિઝિયોથેરાપીની ભૂમિકા અને કેન્સર જાગૃતિ અંગે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું.
સર્વાઇકલ કેન્સર એ વિશ્વનું બીજું સૌથી સામાન્ય પ્રચલિત કેન્સર છે જે સમગ્ર વિશ્વમાં મહિલાઓને અસર કરે છે.સર્વાઇકલ કેન્સર HPV “હ્યુમન પેપિલોમાવાયરસ” ને કારણે થાય છે.પ્રારંભિક રસીકરણ, PAP ટેસ્ટ અને HPV ટેસ્ટ સર્વાઇકલ કેન્સર સામે લડવાની અસરકારક રીતો છે.