November 21, 2024

દેશની એકતાના સંકલ્પ સાથે સુરતમાં યોજાઇ યુનિટી રન, મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસરે રાષ્ટ્રિય એકતાને મજબુત કરવા માટે “યુનિટી રન ”


SVNIT કેમ્પસથી કારગીલ વિજય ચોક અને ત્યાંથી પરતના રૂટમાં અધિકારીઓ, જવાનો, અગ્રણીઓ તેમજ સેકડો લોકો જોડાયા


સુરતઃ રવિવાર:- ભારત દેશની એકતા અને અખંડિતતાના પ્રેરક એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ તાઃ૩૧મી ઓકટોબરે એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકારિત કરવા માટે રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે સુરત જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે ‘‘યુનિટી રન’’ એકતા દોડ યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ તથા પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
સૂરત શહેરની SVNIT કોલેજ કેમ્પસ ખાતેથી વહેલી સવારે યોજાયેલી યુનિટી રનમાં પોલીસ જવાનો, નહેરૂ યુવા કેન્દ્રના યુવાઓ, શહેરીજનોએ દેશની એકતાની ભાવના સાથે દોડમાં જોડાયા હતા. આ દોડ SVNIT કેમ્પસ થી કારગીલ વિજય ચોક સુધી અને ત્યાં થી પરત SVNIT કેમ્પસ પરત ફરી હતી. પોલીસ કર્મીઓ બેનરો સાથે સાઈબર સેફ સુરત, નો ડ્રગ્સ ઈન સુરત જેવા સ્લોગનો સાથે રેલીમાં જોડાયા હતા.
મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્યૃ પામેલા મૃતકોના આત્માની શાંતિ અર્થે મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સંકલ્પબદ્ધ બનવા માટે રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા. આ અવસરે અધિક પોલીસ કમિશનરશ્રી, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ તેમજ સુરત મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *