Surat:બ્રાહ્મણ સમાજ દ્વારા યોજાયો “શસ્ત્ર અને શાસ્ત્ર પુજન” નો કાર્યક્રમ
પ્રવિત્ર દશેરાના શુભ દિવસે શ્રી ભગવાન પરશુરામ ગાર્ડન અડાજણ સુરત ખાતે સમસ્ત બ્રાહ્મણ સમાજની જ્ઞાતિઓના અગ્રણીઓ દ્રારા “શસ્ત્ર અને શાસ્ત્ર પુજન” નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત યુવા પાંખ, બ્રાહ્મણ યુવા સંગઠન, બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાત,સમસ્ત બ્રહ્મવિકાસ પરિષદ ગુજરાત દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય યજમાન તરીકે શ્રી અનિલભાઇ વેદાણી (બગદાણા), આમંત્રિત મેહમાન શ્રી શિવઓમ મિશ્રા (બ્રાન્ડ એમ્બેસેડર, સ્વસ્છ ભારત મિશન, ભારત સરકાર), અતિથિ વિશેષશ્રીઓ શ્રી નિતીનભાઈ મેહતા(શ્રી અન્નપૂર્ણા માતા મંદિર),શ્રી કપિલ દેવ શુકલ(જાણીતા નાટ્યકાર) ઉપસ્થિતિ રહ્યા હતાં. તેમનું સ્વાગત અને સન્માન સમાજના યુવા અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથીશ્રીઓ શ્રી નિતીનભાઈ મેહતા અને શ્રી કપિલભાઈ શુક્લ એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્રમ શ્રી જયદીપ ત્રિવેદી,(પ્રમુખ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત. ટ્રસ્ટી /મંત્રી બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાત.) ના માર્ગદર્શન હેઠળ કરવામા આવ્યો હતો ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા પાંખના કાર્યકરો શ્રી રવિ જાની(મહામંત્રી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત યુવા પાંખ) શ્રી આકાશ જોશી, રાહુલ ત્રિવેદી, પ્રથમ જોશી, દક્ષેશ ભટ્ટ, શ્રી વિનય વ્યાસ(સંગઠન મહામંત્રી, સમસ્ત બ્રહ્મવિકાસ પરિષદ ગુજરાત) એ જહેમત ઉઠાવી હતી.