May 16, 2025

જન્મ દિવસની અનોખી ઉજવણી: વિના મુલ્યે નેત્રયજ્ઞ, પ્રાથમિક તપાસ શિબીર અને ભંડારો યોજાયા

photo credit Gujarat Update

24/12/2023, રવિવારના રોજ માજી ડે.મેયર ડો.રવિન્દ્ર પાટીલના જન્મદિવસના અવસર પર ભાવના નર્સિંગ હોમ ખાતે વિના મૂલ્ય નેત્રયજ્ઞ પ્રાથમિક તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં આંખના મોતિયા અને ઝામરના ઓપેરેશનનું પણ આયોજન કરાયું હતુ. આ કેમ્પનો સ્થાનિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

આ પ્રસંગે લાયન્સ કલબ લિંબાયત સુરત (S.E.Z.) વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર સંચલિત કમલસ્મૃતિ ચેરીટેબલ એન્ડ એજયુકેશનલ ટ્રસ્ટ દ્વારા તથા સુરતી મોઢ વણિક સાર્વજનિક ટ્રસ્ટ તથા સુરત જિલ્લા રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ હેઠળ સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા દરમિયાન ભાવના નર્સિંગ હોમ, સુભાષ નગર ૩, લિંબાયત ખાતે ઉપરોક્ત આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યારે અષ્ટવિનાયક ગણપતિ મંદીર અને નર્મદેશ્વર મહાદેવ મંદિર લિંબાયત ખાતે સાંજે ૪:૦૦ કલાકે મહા ભંડારાનું પણ આયોજન કરીને જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી જેનો સર્વે ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.