May 24, 2025

ચૌટા બજારમાં શ્રી સંકટ મોચન હનુમાનજીના મંદિરે યોજાયા વિવિધ કાર્યક્રમો

gujaratupdate

૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ને સોમવારના દિવસે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર સમગ્ર દેશમાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા ત્યારે સુરતના ચૌટા બજારમાં 250 વર્ષ જુના શ્રી સંકટ મોચન હનુમાનજીના મંદિરે (જનતા આઈસક્રીમ ની સામે) વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.

મંદિરના ટ્રસ્ટી, આજુ બાજુના રહેવાસી, દુકાનદારોના સહયોગથી યોજાયેલા ભવ્ય કાર્યક્ર્મમાં શ્રી હનુમાન દાદાની મૂર્તિની ચૌટા બજાર ચાર રસ્તાથી નીકળી ભટ્ટ હોસ્પિટલ થઈ સાહેલી ચાર રસ્તાથી ચૌટા બજાર હનુમાન મંદિરે ભવ્ય શોભા યાત્રા સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જ્યારે સાંજે ૬:૩૦ કલાકે હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂન તેમજ સાંજે 7:00 કલાકે હનુમાનજીની મહાઆરતી તથા ૨૦૦૦ ભકતો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.