December 3, 2024

OBCને 27 ટકા અનામતના નિર્ણયને ભાજપે વધાવ્યો, ઉજવણી કરી

  • ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ મિટિંગમાં રાજ્ય સરકારનો જનહિતલક્ષી નિર્ણય
  • ભાજપ સુરતના મુખ્ય કાર્યાલય ખાતે મોઢું મીઠું કરાવી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી

ગુજરાત સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ (OBC)ને બેઠકો / હોદ્દા માટે ૨૭ ટકા અનામતના લેવાયેલા નિર્ણયને વધાવતા ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગર દ્વારા ફટાકડા ફોડી અને મ્હો મીઠું કરાવીને ઉજવણી પંડિત દીનદયાળ ભવન , મુખ્ય કાર્યાલય ઉધના ખાતે કરવામાં આવી હતી .

સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝમેરાજીએ આ નિર્ણયનું સ્વાગત કરતા આ નિર્ણય માટે ગુજરાત સરકાર અને મુખ્ય મંત્રીશ્રીને ધન્યવાદ પાઠવ્યા હતા .

OBC સમાજમાંથી આવતા સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીજીએ આ નિર્ણય વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને ગુજરાત સરકાર અને મુખ્ય મંત્રીશ્રીનો આ નિર્ણય ખરેખર પ્રજાહિતલક્ષી અને દુરંદેશીભર્યો છે તેમ જણાવ્યું હતું .

ઉપરોક્ત પ્રસંગે ભાજપ સુરત શહેર સંગઠન મહામંત્રીશ્રીઓ શ્રી મુકેશભાઈ દલાલ , શ્રી કિશોરભાઈ બિન્દલ , શ્રી કાળુભાઇ ભીમનાથ , અન્ય હોદ્દેદારશ્રીઓ , વિવિધ ધરાસભ્યશ્રીઓ , નગરસેવકશ્રીઓ , શિક્ષણ સમિતિ સભ્યશ્રીઓ તથા આગેવાન કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો