ગુજરાત વિધાનસભાઃ તા. 1 અને 5 ડિસેમ્બરે મતદાન, 8મીએ પરિણામ, જાણો તમામ રસપ્રદ વિગતો
કુલ 4.9 કરોડ મતદારો, 3.24 લાખ મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશેઃ 51,782 મતદાન કેન્દ્રો પૈકી 142 આદર્શ, 1274 મતદાન મથકો માત્ર મહિલાઓ માટેઃ એપના માધ્યમથી નાગરિકો ફરિયાદ મોકલી શકશે, 60 મીનિટમાં રિસ્પોન્સ અને 100 મીનિટમાં નિવારણનો ચૂંટણી પંચનો દાવો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની તારીખો આજે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં તા. 1લી અને તા. 5મી ડિસેમ્બરે, એમ બે તબક્કામાં મતદાન થશે. પરિણામો તા. 8મી ડિસેમ્બરે જાહેર કરાશે. ચૂંટણીને સંલગ્ન કેટલીક રસપ્રદ વિગતો આ મુજબ છે.
- જાહેરનામુ પહેલાં તબક્કા માટે તા. 5મી નવે. અને બીજા તબક્કા માટેનું તા. 10મી નવેમ્બરે બહાર પડાશે
- પ્રથમ તબક્કાના મતદાન માટે તા. 14મી નવે. અને બીજા તબક્કા માટે 17 નવે. સુધીમાં ઉમેદવારી નોંધાવી શકાશે
- પ્રથમ તબક્કા માટેની સ્ક્રૂટિની પ્રક્રિયા તા. 15મી નવે. અને બીજા તબક્કા માટે તા. 18 નવે. રહેશે
- પ્રથમ તબક્કા માટે તા. 17 નવે. અને બીજા તબક્કા માટે તા. 21મી નવે.ના રોજ ઉમેદવારી પરત ખેંચી શકાશે
000000000000000000
- રાજ્યમાં કુલ 4.90 કરોડ મતદારો પોતાના ઉમેદવારોને પસંદ કરશે
- કુલ 51,782 મતદાન મથકો પરથી સંપન્ન થશે મતદાન પ્રક્રિયા
- ઓછામાં ઓછા 50 ટકા મતદાન મથકો ખાતે વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરાશે
- 1,274 મતદાન મથકો માત્ર મહિલા મતદારો માટે, ચૂંટણી અને પોલીસનો સ્ટાફ પણ મહિલા અધિકારી સંભાળશે
- કોરોનાના દર્દીઓ તેમજ વયોવૃદ્ધ નાગરિકો ઘરેથી મતદાન કરી શકે તેવી સુવિધા
- 182 મતદાન મથકોનું સંચાલન ચૂંટણી વિભાગના દિવ્યાંગ અધિકારી-કર્મચારી દ્વારા કરાશે
- 1,417 ટ્રાન્સજેન્ડર લોકોને પણ અપાયો મતાધિકાર, મતદાન કરી શકશે
- પોતાના ઉમેદવારોના KYC એટલે કે અભ્યાસથી લઈને તમામ વિગતો મતદારો જાણી શકશે
- ગુનાહિત ભૂતકાળ ધરાવતાં ઉમેદવારોએ સંલગ્ન વિગતો જાહેર કરવી પડશે
- દિવ્યાંગોને મતદાનની સુવિધા માટે 183 મતદાન મથકો ઉભા કરાશે
- 142 આદર્શ મતદાન મથકો બનાવાશે
- 3,24,422 નવા મતદારો, પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કરશે
00000000000000000000000
- ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો 182
- સામાન્ય બેઠકો, 142, SC અનામત 13, ST અનામત 27
- 2017ની ચૂંટણીના પરિણામઃ ભાજપ 99, કોંગ્રેસ 77, અન્ય 06
- ચાલુ વિધાનસભાનો કાર્યકાળ તા. 23મી ફેબ્રુ.ના રોજ સમાપ્ત
00000000000000000000000
- 1લી ડિસે. પ્રથમ તબક્કાનું મતદાનઃ સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, નર્મદા, ભરૂચ, ભાવનગર, બોટાદ
- 5મી ડિસે. બીજા તબક્કાનું મતદાનઃ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા, આણંદ, ખેડા, મહિસાગર, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા
00000000000000000000000
ભારતીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો તેમજ સંલગ્ન વિગતો પત્રકાર પરિષદના માધ્યમથી જાહેર કરી હતી. મોરબી ખાતે ઝુલતા પુલની દુર્ઘટના બાબતે તેમણે દુઃખ વ્યક્ત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે તેમણે વિશ્વાસ આપ્યો હતો કે ચૂંટણી પ્રક્રિયા પારદર્શી માહોલમાં સંપન્ન કરવા ભારતીય ચૂંટણી પંચ કટિબદ્ધ છે. તેમણે ખાસ જણાવ્યું હતું કે નાગરિકો પોતાની ફરિયાદ એપ દ્વારા કરી શકશે. પંચ દ્વારા આ ફરિયાદનો રિસ્પોન્સ 60 મીનિટમાં જ અપાશે અને 100 મીનિટમાં ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવશે.
KYC અંગે તેમણે જણાવ્યું હતું કે Know your candidate બાબતે પણ પંચે તૈયારી કરી છે. નાગરિકો ઉમેદવારોના ગુનાહિત ભૂતકાળ, સંપત્તિ સહિતની વિગતો એપ દ્વારા જાણી શકશે.