બસની સવારી હવે બનશે મોંઘી:ભાડામાં1થી માંડીને 6 રૂપિયાનો વધારો
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બસના ભાડામાં તોતિંગ વધારો ઝીંક્યો છે. જેને લઇને બસમાં મુસાફરી કરતા મુસાફરોના ખિસ્સા પર ભાર પડશે. આ વધારામાં રૂપિયા 1થી માંડીને 6 રૂપિયા સુધી ચૂકવવા પડશે. આ વધારા સંદર્ભે નવા દરો પણ જાહેર કર્યા છે. જે મુજબ નિગમની લોકલ બસોમાં 85 ટકા મુસાફરો એટલે રોજના 10 લાખ લોકો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે તેઓએ રૂપિયા 1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે. જ્યારે લોકલ બસમાં પ્રતિ કિલોમીટર 64 પૈસાની બદલે 80 પૈસા કરવામાં આવ્યા છે તથા એક્સપ્રેસ બસમાં 68 પૈસાના બદલે 85 પૈસા કરવામાં આવ્યા છે. નોનએસી અને સ્લિપર કોચમાં 62 પૈસાથી વધારીને 77 પૈસા કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે, આ ભાવ વધારોનું ભારણ મુસાફરોના ખિસ્સા પર તો પડશે જ પરંતુ ગુજરાત એસ ટી નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં કોઇપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો ન હતો.