પૂરક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને ચાલુ વર્ષમાં જ કૃષિ યુનિવર્સિટીમાં મળશે પ્રવેશ
ધોરણ 10 અને ૧૨ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે ચાલુ વર્ષથી જ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં ડીપ્લોમા- ડીગ્રીમાં ખાલી જગ્યાઓ પર પ્રવેશ અપાશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી જાહેરાત
રાજ્ય કૃષિ યુનિવર્સિટી પરિષદ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈ ધોરણ–૧૦ અને ધોરણ–૧૨માં પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ચાલુ વર્ષથી જ મેરીટના ધોરણે નિયમ મુજબ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં ડીપ્લોમા તથા ડીગ્રી અભ્યાસક્રમોમાં ખાલી રહેલી જગ્યાઓ પર પ્રવેશ આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હોવાની માહિતી કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
સરકીટ હાઉસ, ગાંધીનગર ખાતે રાજ્ય કૃષિ યુનિવર્સિટી પરિષદની ૧૭મી બેઠક યોજાઇ હતી. કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓ, ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, કામધેનુ યુનિવર્સિટીના કુલપતિઓ, ખેતી નિયામક તેમજ બાગાયત નિયામક સાથે યોજાયેલી બેઠકમાં ધોરણ–૧૦ અને ધોરણ–૧૨માં પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ચાલુ વર્ષથી જ મેરીટના ધોરણે નિયમ મુજબ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં ડીપ્લોમા તથા ડીગ્રી અભ્યાસક્રમોમાં ખાલી રહેલી જગ્યાઓ પર પ્રવેશ આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.