કેન્સરની સારવાર શક્ય: ‘કિલ સ્વીચ’, કેન્સરના કોષોને કરશે ખતમ
કેન્સરનું નામ સાંભળીને જ સામે મૃત્યુ દેખાવા લાગે છે ત્યારે કેલિફોર્નિયામાં વૈજ્ઞાનિકોને કેન્સરની સારવારમાં એક મોટી સફળતા સાંપડી છે. વૈજ્ઞાનિકોએ ‘કિલ સ્વીચ’ની શોધ કરી છે જે કેન્સરના કોષોનો નાશ કરવામાં સફળ રહે છે. આ CD95 રીસેપ્ટર્સ છે જેને Fas તરીકે પણ ઓળખવામાં આવે છે. આને ડેથ રીસેપ્ટર્સ કહેવામાં આવે છે. આ પ્રોટીન રીસેપ્ટર્સ કોષ પટલ પર રહે છે. જ્યારે કેન્સરના કોષો સક્રિય બને છે અને સિગ્નલ છોડે છે, ત્યારે આ રીસેપ્ટર્સ તેમને ખતમ કરી નાંખે છે.
સંશોધકોએ આ સારવારને CAR T-cell થેરાપી નામ આપ્યું છે. જેમાં દર્દીના લોહીમાંથી ટી સેલ એકત્ર કરીને લેબમાં માનવ જનીનમાં દાખલ કરવામાં આવશે. જે પછી શરીરમાં કાઇમરિક એન્ટિજેન રીસેપ્ટર્સ (CAR) નામના રીસેપ્ટર્સ બને છે. તે પછી આ કોષો દર્દીના શરીરના રક્ત પરિભ્રમણમાં પાછા મૂકવામાં આવે છે.
અત્યાર સુધીની થેરાપીએ સેરસ કેન્સર, લ્યુકેમિયા અને અન્ય બ્લડ કેન્સર સામે આશાસ્પદ અસરકારકતા દર્શાવી છે. વિજ્ઞાનીઓના મતે બ્રેસ્ટ કેન્સર, ફેફસાં અને આંતરડાના કેન્સર જેવી નક્કર ગાંઠોની સારવારમાં આ સફળ થશે.
ટીમે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, ફાસને મોડ્યુલેટ કરવાથી અંડાશયના કેન્સર જેવી નક્કર ગાંઠો માટે કાઇમરિક એન્ટિજેન રીસેપ્ટર (સીએઆર) ટી-સેલ થેરાપીના ફાયદા પણ વધી શકે છે.