November 23, 2024

ઓલપાડનું ભાંડૂત ગામ સોલાર પમ્પ અપનાવીને ડિઝલ પમ્પ મુક્ત ગામ બન્યુંઃ

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિર્માણ થનારા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરત ખાતે ૬૬ કે.વી. સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરતા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ ઓલપાડના પીંજરત ખાતે રૂ.૧૦.૯૯ કરોડ ખર્ચે ૬૬ કે.વી. સબસ્ટેશનનું નિર્માણ થશે

સુરતઃરવિવારઃ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) દ્વારા આયોજીત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરત ખાતે રૂ.૧૦.૯૯ કરોડ ખર્ચે તૈયાર થનારા ૬૬ કે.વી. સબ સ્ટેશનનું કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજયમંત્રીશ્રી મુકેશભાઈના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
                 આ પ્રસંગે મંત્રીશ્રી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજયએ વીજળી, પાણી, ખેતી, ઉધોગ તમામ ક્ષેત્રે દેશમાં અગ્રેસર રહ્યું છે. યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી રાજ્ય સરકાર પહોંચાડી રહી છે. સોલાર રૂફ-ટોપ પાવર ઉત્પાદનમાં સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય નંબર – ૧ બન્યું હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું. 
                 વધુમાં મંત્રીશ્રી જણાવ્યું કે, ઓલપાડ તાલુકાના ભાંડૂત ગ્રામજનોએ આધુનિક યુગમાં સોલાર પમ્પ જેવી આધુનિક ટેકનોલોજી અપનાવીને ડિઝલ મુક્ત ગામ બન્યું છે. ઓલપાડના ભૌગોલિક સ્થિતિના આધારે દરેક ક્ષેત્રે સમાન્તર વિકાસ થયો હોવાનું તેમણે કહ્યું હતું.
                 આ સબ સ્ટેશન બનવાથી ૮ કિ.મી. વિસ્તારના ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ઉચ્ચ ગુણવત્તાવાળો વીજ પૂરવઠો પ્રાપ્ત થશે. આ સબ સ્ટેશનમાં કુલ ૧૧ કે.વી.ના ૪ ફીડરો હશે અને તે ૪૯૦૦ ચો.મી.વિસ્તારમાં ઉભું કરવામાં આવશે. આ સબસ્ટેશન દ્વારા નજીકના વિસ્તારોને સીધો જ લાભ થશે તેમજ વીજ સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે.  જે સબસ્ટેશનથી ઓલપાડ તાલુકાના તેના, છીણી, પીંજરત, મોટા કોસાડીયા, ભાંડૂત, ટૂંડા, ડિહેણ ગામના લોકોને ફાયદો થશે. જેમાં રહેણાકના ૨૮૦૦, ખેતીવાડી માટે ૧૩૪૦, ૧૫ સ્ટ્રીટ લાઈટ અને ૮ જેટલા ઔધોગિક એકમ મળીને કુલ ચાર હજારથી વધુ વીજ ગ્રાહકોને ગુણવત્તા યુક્ત વીજળી પૂરી પાડી શકાશે.
               આ પ્રસંગે ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ પટેલ, તા. પંચાયત ઉપપ્રમુખ જશુબેન, જેટકોના નવસારી ટ્રાન્સમિશન સર્કલના અધિક્ષક ઈજનેરશ્રી એ.એ. દેસાઈ, DGVCL અધિક્ષક ઈજનેર પી.જી.પટેલ, જેટકોના કાર્યપાલક ઈજનેરશ્રી પી.એન.પટેલ, સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ મુકેશભાઈ, મહામંત્રી યોગેશભાઈ, પીંજરત ગ્રામ સરપંચ ભારતીબેન, દંડકશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચશ્રીઓ, સામાજીક અગ્રણીઓ, જેટકોના અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
-00-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો